Home »NRG »Gujarat» First NRG Garba Organized In Ahmedabad Honored Hometown Lovers

અ'વાદઃ પ્રથમવાર યોજાયા NRG ગરબા, રાસની રમઝટ સાથે વતન પ્રેમીઓનું સન્માન

divyabhaskar.com | Jan 29, 2017, 11:16 AM IST

  • ભારતીબેન જોષી
અમદાવાદઃ28 જાન્યુઆરી, 2017ને શનિવારના રોજ અમદાવાદમાં વૈશ્વિક ગુજરાતી સંગઠન(ગ્લોબલ ગુજરાતી ફેડરેશન)ના ઉપક્રમે એનઆરજી ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું. નારણપુરા વિસ્તારમાં આવેલા નવદીપ હોલ(નવરંગ સ્કૂલની બાજુમાં)માં યોજાયેલા આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં એનઆરજી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. જેમણે દરિયાપાર ગરબાની સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કર્યું છે તેવી કેટલીક વ્યક્તિવિશેષ તથા વિશિષ્ટ એનઆરજીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીબેન જોશી(લંડન), અશોકભાઈ ગોકલદાસ પટેલ(અમેરિકા), અમિત પટેલ(અમેરિકા), જોગિંદરસિંહ છાબરા(ઓસ્ટ્રેલિયા), ચેતન જેઠવા, સ્મિતા સુધીર શેઠ, રિયા શર્મા, ભાવનાબહેન વિનોદભાઈ ગોકલાણી, ભાવિન ઠાકર અને રશ્મિન સાવલિયા(ગોરસ ગ્રુપ)નો સમાવેશ થાય છે. જાણીતા ગાયકો પાર્થ ઓઝા અને સંજય ઓઝા તથા તેમના ગ્રુપે ગરબા અને રાસની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમ સાંજના 6થી દસ દરમિયાન યોજાયો હતો.
 
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી ગૌતમભાઈ શાહ, જાણીતા લોકકળાવિદ્ જોરાવરસિંહ જાદવ, અમેરિકા સ્થિત હિરૂભઆઈ પટેલ, સુરેશ જાની, દિપ્તીબેન જાની, હર્ષદભાઈ પટેલ સહિત અનેક એનઆરજી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
બ્રિટનમાં ગરબાની આન, બાન અને શાન જાળવતા ભારતીબેન જોષી

ભારતીબેન ગૌરવ થાય તેવા વિશ્વમાનવી અને ગુજરાતી છે. અનેક પ્રકારની સજ્જતા અને પ્રતિબદ્ધતાથી તેમનું વ્યક્તિત્વ અને જીવન મહેંકે છે. 1983માં પરિવાર સાથે લંડન સ્થાયી થયાં. ભારતમાં માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો હતો. બ્રિટન જઈને એમએલએસોની પરીક્ષા આપી અને આગળ ધપ્યા.
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: first NRG Garba organized in Ahmedabad honored hometown lovers
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended