Home »NRG »Gujarat» Currency Note Showered On Kirtidan Gadhvi At NRI Marriage Ceremony Navsari

NRIનાં લગ્નમાં કિર્તીદાન પર રૂપિયાનો વરસાદ, જેઠાલાલ-બબિતા રહ્યા હાજર

divyabhaskar.com | Dec 24, 2016, 16:46 PM IST

અમદાવાદ:8 નવેમ્બરથી દેશમાં એક તરફ પૈસા કાઢવા માટે બેંકો અને એટીએમની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. ત્યારે બીજી તરફ નવસારી જિલ્લાના એક ગામમાં એનઆરઆઈ પટેલ પરિવારના લગ્ન સમારોહમાં ગાયક કલાકાર પર લાખો રૂપિયાની નોટો વરસાવી હતી. પટેલ પરિવારના આ કાર્યક્રમમાં મોટી ઉંમરના લોકો તો ઠીક પણ નાના બાળકોએ પણ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. લગ્ન સમારોહમાં જાણીતી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો બબીતા અને જેઠાલાલે પણ હાજરી આપી હતી.

જાણવા મળતી વિગતો અનુસાર, નવસારીના લાખણપોર ગામના નગીનભાઈ નારણજીભાઈનો પટેલ પરિવાર અમેરિકાથી પોતાની દીકરીના લગ્ન કરાવવા વતન આવ્યા હતા. 26 તારીખે યોજાનાર આ લગ્ન સમારોહ અંતગર્ત ગતરાત્રીએ ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાની રંગતમાં લગ્નમાં આવેલા મહેમાનોએ સહિતના લોકોએ કીર્તિદાન તેમજ દુલ્હન ભૂમિ અને વરરાજા આકાશ પર નોટોનો વરસાદ કર્યો હતો.
 
આગળ જુઓ સમારોહમાં આવેલા જેઠાલાલ-બબિતા અને કિર્તીદાન પર થયેલા રૂપિયાના વરસાદની વધુ તસવીરો અને વીડિયો....
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Currency Note showered on Kirtidan Gadhvi at NRI Marriage Ceremony Navsari
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended