Home »NRG »Gujarat» About Parajumping Parasailing And Paragliding Adventures

આ રીતે થાય છે પેરાગ્લાઈડીંગ, મશીન વગર વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે કરે છે કાર્ય

divyabhaskar.com | Apr 05, 2017, 09:57 AM IST

  • પેરાજમ્પિંગ, પેરા સેઇલલગિં તથા પેરાગ્લાઈડીંગ એ ત્રણેય અલગ અલગ બાબત છે
અમદાવાદઃહવામાં ઉડવું કોને ના ગમે? બાળપણમાં એક કવિતા આવતી 'પેલા પંખીની પાંખ મળી જાય તો આભમાં ઉડયા કરું...' ગુજરાતીમાં રહેતા ઘણા લોકોને બાળપણથી હવામાં ઉડવાની ઈચ્છા હોય છે. પરંતુ દરેકનું સપનું સાકાર થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. ઘણા લોકો પાઈલોટ બનવાની ઈચ્છા પણ ધરાવતા હોય છે પરંતુ કોઈ સંજોગે પોતાનું સપનું સાકાર કરી શકતા નથી હોતા. પણ આજે અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે છે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ જાની વિશે. નિલેશભાઈ જણાવી રહ્યા છે  પેરાજમ્પિંગ, પેરા સેઇલલગિં તથા પેરાગ્લાઈડીંગ વિશે. 
 
હવામાં અદ્ધર રહીને પર્વત, નદી, ધરતીને નિહાળવાનો લહાવો અદભૂત

માત્ર હવાના ભરોશે કોઇપણ જાતના મશીન કે એન્જીન વગર માત્ર હવાના વિજ્ઞાનના સહારે પંખીની જેમ હવામાં ઉડવાનો આનંદ કઇંક અદભૂત હોય છે. મહારાષ્ટ્રનાં પ્રખ્યાત પાવના ડેમને અડીને આવેલા પર્વતની ધારેથી કોઇપણ સહારા વગર પ્રથમ ઉડાણ (First Solo Flight) ભરવાનો આનંદ કઇંક ઓર જ હોય છે. જમીનથી 300 થી 450 ફૂટ ઉચાઇ ઉપર હવામાં લાંબા સમય સુધી તરતા રહેવું એટલે કે ઉડતા રહેવું (soaring), જુદા જુદા કરતબ/મનુવાર જેવાકે 90 ડીગ્રી, 180 ડીગ્રી, 360 ડીગ્રી ટર્ન કરવા, સ્પીડબાર ટેકનીકથી સ્પીડ વધારવી, બંને સાઈડની વિંગ ફોલ્ડ કરી Big Ear કરવા તથા ઉચાઇમાં વધઘટ કરવી જેવા રોમાચાંક એડવેન્ચર કરવા તે ખરેખર હિમ્મત, સાહસ, દ્રઢ મનોબળ, મજબુત શારીરિક ક્ષમતા માંગી લે છે. ફ્લાઈંગ સાઈટ ડેમ પાસે છે એટલે ઉપર આકાશ અને નીચે પાણી. હવામાં અદ્ધર રહીને પર્વત, નદી, ધરતીને નિહાળવીએ લહાવો અનુપમ છે.  
 
આગળ વાંચોઃ પેરા જમ્પિંગ, પેરા સેઇલલગિં તથા પેરાગ્લાઈડીંગ છે અલગ અલગ....
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About parajumping parasailing and paragliding adventures
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended