Home »NRG »Gujarat» Aao Maari Saathe Gujarati Event Held In Dubai

દુબઈ: પહેલીવાર ગુજરાતી ઈવેન્ટનું આયોજન, અનેક હસ્તીઓ રહેશે હાજર

divyabhaskar.com | Oct 20, 2016, 14:24 PM IST

દુબઈ:દુબઈ જેએસએસ ઈન્ટરનેશનલ સ્કુલના ઓડીટોરીલ ખાતે પહેલીવાર ‘આવો મારી સાથે’ નામની ગુજરાતી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 22 ઓક્ટોબરના રોજ યોજાનારી આ ઈવેન્ટમાં ગુજરાતના કાજલ ઓઝા વૈદ્ય હાજર રહેશે. આ ઉપરાંત દુબઈની સ્થાનિક હસ્તીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ આ ઈવેન્ટમાં હાજરી આપશે.

દુબઈમાં પહેલીવાર યોજાનારી આ ગુજરાતી ઈવેન્ટને સફળ બનાવવા માટે રોનિકા જીણોદ્રા ઔસમ ઈવેન્ટના ડાયરેક્ટર આયોજન કરી રહ્યા છે. જેને ભરતભાઈ શાહ સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.
 
 
ઉલ્લેખનીય છે કે રોનિકા જીણોદ્રાએ આ અગાઉ પર આશીકી 2 ફેમ મીથુન અને અરીજીત સિંગ તથા નવરાત્રિ ગણેશ ચતુર્થી જેવી અનેક ઈવેન્ટ સફળતાપૂર્વક પાર પાડી છે. દુબઈમાં 2015માં યોજાયેલી ગ્રેટ ઈન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ જેવી ઈવેન્ટમાં અનેક જાણીતા કલાકારો અને હસ્તીઓએ હાજરી આપી હતી. આજ વર્ષ 2016માં યોજાયેલી દુબઈ દાંડિયા ફેસ્ટિવલમાં ફાલ્ગુની પાઠક સહિતના સિંગર્સ સાથે આ ગુજરાતીએ ઈવેન્ટ યોજી હતી.
 
 
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aao Maari Saathe Gujarati Event Held in Dubai
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended