Home »NRG »Gujarat» 6 NRI Will Honoured By Salute India Nri Award 2016

6 ગુજરાતીઓનું 'સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ'થી સન્માન કરાશે

divyabhaskar.com | Dec 19, 2016, 17:05 PM IST

  • 6 ગુજરાતીઓનું 'સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ'થી સન્માન કરાશે,  gujarat news in gujarati
અમદાવાદ:આગામી તારીખ 23મી ડિસેમ્બર, શુક્રવારના રોજ અમદાવાદમાં છ ગુજરાતીઓનું 'સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ-20016'થી સન્માન કરવામાં આવશે. 
 
અમદાવાદના જે બી ઓડિટોરિયમ-એએમએ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં 'સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ'થી રિઝવાન કાદરી- આફ્રિકા (મૂળ-પોરબંદર), ભીખુભાઈ પટેલ- અમેરિકા (મૂળ-આણંદ), ડૉ. પ્રદિપ કણસાગરા- અમેરિકા (મૂળ-રાજકોટ), ડૉ.દયાલ મેશરી- અમેરિકા (મૂળ-પાટણ), સુરેશ જાની- અમેરિકા (મૂળ-મહેસાણા) અને અમી હર્ષદ જાની- બાહરીન (મૂળ-અમદાવાદ)નું સન્માન કરવામાં આવશે. 
 
રાજ્યના શિક્ષણ અને મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એવોર્ડ આપવામાં આવશે. કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના સ્થાપક અમેરિકા સ્થિત બિઝનેસમેન ગણપતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન શિક્ષણકાર સુભાષ બ્રહ્મભટ્ટ કરશે. જ્યારે પાર્થ અને સંજય ઓઝાના સુરીલા ગાનથી કાર્યક્રમની શરૂઆત થશે. 
 
નોંધનીય છે કે રા પોઝીટીવ મીડિયા દ્વારા દર વર્ષ ભારત બહાર વસતા ગુજરાતીઓ દ્વારા વતનમાં કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને આ એવોર્ડ આપવામાં આવે છે. 
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 6 NRI will honoured by Salute India Nri Award 2016
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext