Home »NRG »Australia» Indian Origin Bus Driver Burnt Alive In Australia Brisbane

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના બસ ડ્રાઈવરને જીવતો સળગાવ્યો, હતો જાણીતો સિંગર

divyabhaskar.com | Oct 28, 2016, 15:58 PM IST

બ્રિસ્બેનઃઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં એક ભારતીય મૂળના બસ ડ્રાઈવરને જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખાણ મનમીત અલિશે તરીકે થઈ છે. મનમીત જ્યારે બ્રિસમેન કાઉન્સિલની બસને ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે તેના પર કોઈએ જ્વલનશીલ પદાર્થ ફેંક્યો હતો, જેથી એકાએક મનમીત મુસાફરો સામે ખરાબ રીતે સળગવા લાગ્યો હતો અને જોતજોતમાં તેને શ્વાસ પણ છોડી દીધો. અલિશ બ્રિસબેનમાં પંજાબી સમુદાયનો એક સારો સિંગર હતો.

 

એક વ્યક્તિની ધરપકડ


પોલીસ પ્રમાણે, ઘટના સમયે ત્યા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન એક ટેક્સી ડ્રાઈવરે બસનો પાછળનો દરવાજો ખોલતા બસમાં ફસાયેલા છ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા. જ્યારે ધુમાડાના કારણે શ્વાસ રૂંધાતા 11 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે આ ઘટનાને સંબંધિત એક 48 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી છે.

 

કોણ છે મનમીત?


- મનમીત પંજાબી મૂળનો છે 
- મનમીત ત્યા વસતા ભારતીયો વચ્ચે એક સારો ગાયક કલાકાર અને ડાન્સર તરીકે વિખ્યાત હતો. 
- તેના મિત્રોએ જણાવ્યું કે, તે સિમ્પલ વ્યક્તિ હતો. 
- મનમીતની સગાઈ થઈ ચૂકી હતી અને થોડા દિવસોમાં જ તેના લગ્ન હતા. 

 

શું કહ્યું પોલીસ અધીક્ષકે?

 

પોલીસ અધીક્ષક પ્રમાણે, 'મેં ઘણા પ્રકારના ગુનાઓ જોયા છે પરંતુ આ ઘણી અજીબ બાબત લાગી છે કે કેવી રીતે વગર કોઈ કારણે એક વ્યક્તિને આ રીતે સળગાવી દેવામાં આવ્યો. એક બસ ડ્રાઈવર જે તેનું કામ ઈમાનદારીથી કરે છે. તેના પરિવાર અને તેના સમુદાયની મદદ કરે છે. તેની જીંદગી આ રીતે છીનવી લેવામાં આવી, ઘણી શરમજનક ઘટના છે.'

 

બ્રિસ્બેનના લોર્ડ મેયર ગ્રાહમ કવાર્કે કહ્યું કે, 'આ ઓસ્ટ્રેલિયા માટે અને અહીંના ભારતીય સમુદાય માટે ઘણી દુઃખની વાત છે.' બ્રિસ્બેનમાં મનમીતના મોતના શોકમાં શનિવારે ઝંડા અડધી કાઠીએ રહેશે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ ઘટનાની વધુ તસવીરો...

(Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian origin bus driver burnt alive in Australia Brisbane
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended