Home »NRG »Australia» Indian Couple In Australia Request To Seat On Park Bench

AUSમાં પટેલ પરિવાર સાથે વંશીય ગેરવર્તાવ, પ્રેગનન્ટ પત્નીને ભાંડી ગાળો

divyabhaskar.com | May 01, 2017, 10:26 AM IST

  • અજાણી મહિલા વારંવાર જતા રહેવાનું કહી રહી હતી અને ગંદી ગાળો આપી રહી હતી, ઈન્સેટમાં ઉત્સવ પટેલ
ઓસ્ટ્રેલિયાઃસિડનીના જાણીતા લુના પાર્કની મુલાકાતે ગયેલો પટેલ પરિવાર વંશીય હુમલાનો શિકાર બન્યો છે. અજાણી મહિલાએ પટેલની 15 સપ્તાહની પ્રેગનન્ટ પત્નીને બેસવા જગ્યા ન આપતા મામલો બિચકાયો હતો. મહિલાએ પટેલ પરિવાર પર શાબ્દિક હુમલો બોલાવી દીધો હતો. મહિલા વારંવાર બૂમો પાડીને અહીંથી જતા રહેવા માટે કહી રહી હતી. જો કે, પટેલે આ ઘટનાનો વીડિયો શૂટ કરીને લુના પાર્કના અધિકારીઓને પુરાવા રૂપે આપ્યો છે તથા પોલીસ પણ પટેલનો સંપર્ક કરીને આ અંગે તપાસ કરી રહી છે.
 
શું છે સમગ્ર ઘટના?

33 વર્ષીય ઉત્સવ પટેલ અને તેમની 15 સપ્તાહની પ્રેગનન્ટ પત્નિ અને તેમની 4 વર્ષની પુત્રી સાથે 22 એપ્રિલને શનિવાર રોજ સિડનીના જાણીતા લુના પાર્કની મુલાકાતે ગયા હતા. પટેલે અહીંયા રાત્રે 9 વાગ્યે જાતિવાદની નિંદા કરતો વીડિયો શૂટ કર્યો હતો. પટેલ તેમની પ્રેગ્નન્ટ પત્નીને બેસાડવા માંગતા હતા કારણ કે, તેઓ તેમની પુત્રીને એક રાઈડમાં બેસાડવા જઈ રહ્યા હતા. પટેલે શૂટ કરેલા વીડિયોમાં જોવા મળે છે કે, અગાઉથી બેન્ચ પર બેસેલી અજાણી મહિલા વારંવાર બૂમો પાડી રહી હતી અને ગંદી ગાળો બોલી રહી હતી.
 
મહિલા બેન્ચ પર પગ ચઢાવીને બેઠી હતી

પટેલની તેમની પત્નીને બેસવા માટે જગ્યા શોધી રહ્યા હતા તે દરમિયાન તેમની નજર એક બેન્ચ પર પડી જેના પર એક અજાણી મહિલા અગાઉથી જ પગ ઉપર ચઢાવીને બેઠી હતી. પટેલે જઈને તેને વિનમ્રતાથી પૂછ્યું કે, મારી પત્ની અહીંયા બેસી શકે? બસ, ત્યારબાદ અજાણી મહિલા ભડકી ઉઠી અને જેમ-તેમ ગાળો બોલવા લાગી. મહિલા બૂમો પાડીને વારંવાર કહી રહી હતી કે, તમે અહીંથી જતા રહો. જ્યારે મહિલાનું ગાળો આપવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, 'મને તે લોકો નથી ગમતા.' મહિલા બૂમો પાડતી જ રહી અને કહેતી રહી કે, 'સિક્યોરિટી શું કરી રહી છે? મને જે ગમે તે હું કહી શકું છું.'
 
પટેલે ઘટનાનો વીડિયો શૂટ કર્યો

પત્ની અને પુત્રી સાથે ગયેલા પટેલે આ ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો હતો. પટેલને પણ આઘાત લાગ્યો હતો કે, મહિલા બૂમો પાડીને ગાળો આપી રહી હતી. વીડિયોમાં જોવા મળે છે કે, મહિલા બેન્ચ પરથી ખસવાની ના પાડી રહી છે અને પટેલ પરિવારને વારંવાર જતા રહેવા માટે કહી રહી છે. પટેલે મહિલાને સમજાવતા કહ્યું કે, 'આ લોકો સાથે વ્યવહાર કરવાની સાચી રીત નથી.' બાદમાં મહિલાએ ભારતીય ઉચ્ચારણ સાથે એક અપમાનજનક નકલ કરીને પટેલને પ્રતિક્રિયા આપી હતી. મહિલાને આક્રમક નિંદાત્મક વાંધો હોવા છતા જ્યારે પટેલની પત્નીએ બેન્ચ પર બેસવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલા સતત જવા માટે કહેતી રહી હતી અને પટેલને ગંદી ગાળ આપીને કહ્યું કે, 'તમે શું રેકોર્ડિંગ કરી રહ્યા છો?' NSW પોલીસે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'તેઓએ પટેલનો સંપર્ક કર્યો છે અને વધુ તપાસ કરી રહ્યા છે.' જ્યારે લુના પાર્ક મેનેજમેન્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'તેઓ આ ઘટના બાદ વ્યક્તિગત રૂપે કામ કરી રહ્યા છે.'
 
આગળ વાંચોઃ ઉત્સવ પટેલે જણાવી આપવીતી...
(Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian couple in Australia request to seat on park bench
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended