Home »NRG »Australia» Chai Walli Uppma Virdi Won Businesswoman Of The Year Award In Australia

ઓસ્ટ્રેલિયાઃ મૂળ ભારતીય ચા વાળીને બિઝનેસવુમન ઓફ ધ યરનો એવોર્ડ

divyabhaskar.com | Nov 03, 2016, 11:55 AM IST

ઓસ્ટ્રેલિયાઃવ્યવસાયે વકીલ ચંદીગઢમાં જન્મેલી છોકરી ઓસ્ટ્રેલિયામાં જઈને ચા વાળી બની ગઈ અને બધા તેની ચાના જબરા ચાહક છે. 28 વર્ષીય ઈન્ડો-ઓસ્ટ્રેલિયન ઉપમા વીરદીને ઈન્ડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી એવોર્ડ(IABCA) દ્વારા બિઝનેસ વુમન ઓફ ધ યરનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે.

 

'ચાય વાલી' નામથી એક રેસ્ટોરાં 


- ઉપમા મૂળ ભારતીય છે તેનો જન્મ ચંદીગઢમાં થયો હતો. 
- બાદમાં વકીલ બનવા માટે તે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. 
- આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયામાં ચાનો બિઝનેસ શરૂ કર્યો છે. 
- ત્યા તેણે 'ચાય વાલી' નામથી એક રેસ્ટોરાં ખોલ્યું છે
- આજે રેસ્ટોરાંમાં આવનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.

 

શું કહે છે ઉપમા?


ઓસ્ટ્રેલિયામાં થયેલા ટી ફેસ્ટીવલમાં ઉપમાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીંયા તેણે મીડિયા દ્વારા કહ્યું કે, હું ઓસ્ટ્રેલિયાના લોકોને જણાવવા માંગુ છું કે ભારતીય ચા નો સ્વાદ વિશ્વના અન્ય દેશોની ચા કરતા અલગ છે, કારણ કે અમે ભારતીયો ચાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એલચી, આદુ સહિત અનેક પ્રકારના મસાલા એડ કરીએ છીએ. શરૂઆતમાં માતાપિતા તેના આ નિર્ણયની વિરોધમાં હતા, તેમનું કહેવું હતું કે, એક વકીલને ચા વેચવાની શું જરૂર છે. પરંતુ પોતાની મહેનતથી તેણે ઈન્ડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ કમ્યુનિટી એવોર્ડમાં તને બિઝનેસ વુમન ઓફ ધ યરના ખિતાબથી સન્માનિત કરવામાં આવી.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ ઉપમા વીરદીની વધુ તસવીરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Chai Walli Uppma Virdi won Businesswoman of the Year award in Australia
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext