Home »NRG »Africa» Zulaikha Patel Named One Of The Most Influential Women In The World List

વાળ પર કોમેન્ટ થતા ગુજરાતણે માંડ્યો'તો મોરચો, બની આફ્રિકાનો લોકપ્રિય ચહેરો

divyabhaskar.com | Nov 24, 2016, 18:12 PM IST

અમદાવાદઃમૂળ ગુજરાતી- સાઉથ આફ્રિકન ટીનએજરને બીબીસીએ 100 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરી છે. આ એ જ ટીનએજર છે જેણે સ્કૂલની જાતિવાદી કેશ નીતિ સામે મોરચો માંડ્યો હતો. પ્રિટોરિયા ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની ઝુલેખા પટેલને ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેણે પોતાના પ્રદર્શનનો વીડિયો પણ ઈન્ટરનેટ પર શેર કર્યો હતો. ઓનલાઇન ક્રાંતિને જન્મ આપનારી ઝુલેખા પટેલે બહાદુરી સાથે સહુના દિલ જીત્યા હતા, અને એ પણ સ્પષ્ટ છે કે તેની સમગ્ર વિશ્વમાં અસર થઈ છે. જો કે, ઝુલેખાની ઝુંબેશે મીડિયામાં પણ સારી એવી ચર્ચા જગાવી હતી. જો કે, બાદમાં ગાઉટેન્ગ વિભાગ દ્વારા સ્કૂલની વાળ નીતિને સસ્પેન્ડ કરવામાં આવી હતી. 
 
સ્કૂલ સામે વિરોધનું મોજું ફરી વળ્યું...

- ઝુલેખા પટેલને તેના કુદરતી વાળના કારણે ત્રણ સ્કૂલમાંથી કાઢવામાં આવી હતી.
- આફ્રિકામાં રહેતા તમામ બ્લેક ચાઈલ્ડ માટે લડી રહેલી 13 વર્ષીય ઝુલેખાએ વીડિયો પણ ઈન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો હતો. 
- આ વીડિયોમાં તે ત્રણ સશસ્ત્ર સુરક્ષા રક્ષકોનો શાંત મનથી સામનો કરી રહી છે. 
- આ સુરક્ષા રક્ષકોને તેના 'આફ્રો' પ્રદર્શનને તોડી પાડવા માટે સ્કૂલે મેનેજમેન્ટે હાયર કર્યા હતા. 
- સ્કૂલ સામે તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા અને એકસમાન વિરોધનું મોજુ ફરી વળ્યું હતું. 
 
શા માટે કરવો પડ્યો વિરોધ?

- ઓગસ્ટ મહિનામાં ઝુલેખા પટેલ અને તેના સાથીદારોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 
- ઝુલેખાના વાળ કુદરતી હતા. કુદરતી વાળને લઈ સ્કૂલે કોમેન્ટ કરી હતી. 
- શિક્ષકોએ કહ્યું હતું કે, તેના વાળ કોઈ પક્ષીના માળા જેવા છે જેને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. 
- આ ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં અશ્વેત લોકોને આફ્રિકન ભાષામાં વાત કરવાની મંજૂરી નહોતીય
- જ્યારે તેમની સમકક્ષના ગોરા લોકોને આફ્રિકન ભાષામાં વાત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. 
- ગોરા અને અશ્વેત લોકોનાં વચ્ચેના ભેદભાવના કારણે ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
 
બહેન અમીરાએ આપ્યું હતું ઈન્ટરવ્યૂ

- આ વિરોધ દરમિયાન ઝુલેખા પટેલની બહેન અમીરા પટેલે એક ન્યૂઝ પોર્ટલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું 
- ઈન્ટરવ્યૂમાં અમીરાએ જણાવ્યું હતું કે, 'તેની બહેનની તેના કુદરતી વાળના કારણે અટકાયત કરવામાં આવી હતી.'
- 'ઝુલેખા એક શાંત, સૌમ્ય છોકરી છે.' 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો અને વાંચો બીજું શું કહ્યું ઝુલેખા પટેલે?
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Zulaikha Patel named one of the most influential women in the world list
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext