Home »NRG »Africa» Two Kutchi At Highest Mountain In Africa Mount Kilimanjaro

2 કચ્છીએ સર કર્યું આફ્રિકાનું સૌથી ઊંચુ શિખર, પધરાવી સ્વામિ. ભગવાનની મૂર્તિ

divyabhaskar.com | Feb 28, 2017, 11:50 AM IST

એનઆરજીડેસ્ક(સૂર્યકાંત જાદવા દ્વારા):મૂળ કેરા-કચ્છના હાલ નાઈરોબીમાં રહેતા વાસુદેવભાઈ અને નીતિનભાઈ ભીમજીભાઈ વાઘજીયાણીએ તાજેતરમાં આફ્રિકા ખંડના સૌથી ઊંચુ માઉન્ટ કીલીમાન્ઝારોનું શિખર સર કર્યું હતું. વિશ્વના સર્વોચ્ચ શિખરોમાં ચતુર્થ ક્રમાંક અને આફ્રિકામાં પ્રથમ ક્રમાંકે આવતા માઉન્ટ કીલીમાન્ઝારો જે 5895 મીટર – 19341 ફૂટ ઊંચાઈ ધરાવે છે. માઉન્ટ કીલીમાન્ઝારો એ વિશ્વનો સૌથી જુનો અને મોટો જ્વાળામુખી છે.
 
આ રીતે સર કર્યું આફ્રિકાનું સૌથી ઊંચુ શિખર

- આ બંને જુગલ બંધુઓએ કેન્યાના સૌથી ઊંચા માઉન્ટ કેન્યા સર કર્યું હતું. 
- ટ્રેકિંગ શોખ ધરાવતા આ નવલોહિયા તરવરીયા બંને ભાઈઓ અને એમના સાથીઓ નાઈરોબીથી હવાઈ જહાજ દ્વારા ટાન્ઝાનિયા રાષ્ટ્રના એરપોર્ટ કીલીમાન્ઝારો પહોંચ્યા હતા.
- એરપોર્ટનું નામ પણ માઉન્ટ કીલીમાન્ઝારો  ઉપરથી પાડવામાં આવ્યું છે. 
- તારીખ 10 ઓકટોબર 2016 સોમવારના Londorossi gateથી Northern circuit પહોંચ્યા. ત્યાંથી Muti Kubva Shira 1, Mior Hut, Third Cave, Kibo huts camp, Gillimas point, stella point વગેરે સ્થળોને પાસ કરી ચાલ્યા હતા. 
 
ટ્રેકિંગ દરમ્યાન સાથે હતા 9 પોટર, 2 ગાઈડ 

- આ ટ્રેકિંગ દરમ્યાન 9 પોટર અને 2 ગાઈડ સાથે હતા. આ ટીમે એક દિવસમાં તો Mweka gate સુધી સતત 17 કિલોમીટર ચાલ્યા હતા. 
- 9 દિવસના ટ્રેકિંગને આ યુવા ભાઈઓએ 6 દિવસમાં પૂર્ણ કરીને માઉન્ટ કીલીમાન્ઝારોના સૌથી ઊંચા શિખર Uhuru Peak 5895 – 19341 amsl  પહોંચ્યા હતા. 
- આ સ્થાને શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની મૂર્તિઓ પધરાવી હતા. 
- તેમજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો લોગો પણ લગાવ્યો હતો. 
- Uhuru Peak પર 15 મિનિટના રોકાણ બાદ 37 કિલોમીટર સતત ચાલી તેઓ નીચે આવ્યા હતા. 
 
આગળ જુઓઃ સૌથી ઊંચા શિખરની વધુ તસવરો...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two kutchi at highest mountain in Africa Mount Kilimanjaro
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended