Home »NRG »Africa» Three Indian Origin South Africans Arrested In Medical School Scam

SA: મેડિકલની સીટ વેચવાના કૌભાંડમાં ગુજરાતી સહિત 3 ભારતીય અરેસ્ટ

divyabhaskar.com | May 16, 2017, 18:38 PM IST

જોહાનિસબર્ગઃદક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના 3 લોકો ભ્રષ્ટાચારના મોટા કૌભાંડમાં ફસાઈ ગયા છે. આ ત્રણેયની એક યુનિવર્સિટીની મેડિકલ કોલેજની સીટો ભારતીય વિદ્યાર્થીઓને વેચવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. 
 
વિદ્યાર્થીઓને મેડિકલ સીટ વેચવાના મામલામાં 44 વર્ષિય વર્ષા, ડરબનમાં લિટલ ગુજરાતી રેસ્ટોરાંના 46 વર્ષિય માલિક હિતેશ કુમાર ભટ્ટ અને સ્કૂલ શિક્ષક 55 વર્ષીય પ્રેશની હીરામણનું નામ સામેલ છે. આ એ સિન્ડિકેટના સભ્યો છે જે કાઝુલૂ-નેટલ યુનિવર્સિટીના નેલ્સન આર મંડેલા સ્કૂલ ઓફ મેડિસિનમાં મેડિકલ અને હેલ્થ સાયન્સ સાથે સંબંધિત અન્ય કોર્સની સીટો વેચતા હતા. 
 
ત્રણેયને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં તેમને જામીન મળી ગયા છે. ત્રણેયને સાપ્તાહિક અખબાર સન્ડે ટ્રિબ્યૂનના સ્ટિંગ ઓપરેશન બાદ પકડવામાં આવ્યા હતા. પેરેન્ટ્સ બનીને સ્ટિંગ ઓપરેશન કરવા ગયેલા એક રિપોર્ટરને હીરામણે કહ્યું કે, ફાર્મસી કોર્સ માટે 18,987 ડોલર(અંદાજે 12 લાખ રૂપિયા)માં એડમિશન મળી જશે જ્યારે મેડિકલના અભ્યાસ માટે આનાથી બે ગણી કીંમત ચૂકવવી પડશે. 
 
મામલો સામે આવ્યા બાદ પોલીસે ત્રણેયના એડ્રેસ પર દરોડા પાડ્યા હતા. હીરામણના ઘરમાંથી વોશિંગ મશીનમાં છૂપાવીને રાખવામાં આવેલું લેપટોપ મળ્યું હતું. વર્તમાન સત્રમાં આ કોલેજની 250 સીટો માટે લગભગ સાત હજાર અરજીઓ મળી છે.
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Three Indian origin South Africans arrested in medical school scam
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended