Home »NRG »Africa» Swaminarayan Mantra 215 Birth Anniversary Celebration At Shri Swaminarayan Mandir, Nairobi

કેન્યાઃ સ્વામિનારાયણ મંત્રની 215મી જયંતીની ઉજવણી, મંત્રથી ગૂંજી ઊઠ્યું મંદિર

divyabhaskar.com | Dec 26, 2016, 15:42 PM IST

કેન્યા(સૂર્યકાંત જાદવા દ્વારા): સંવત 1858ના માગશર વદ સફલા એકાદશી, તારીખ 31-12-1801ને ગુરુવારના શુભ દિને શ્રી સહજાનંદ સ્વામીએ સ્વમુખે “સ્વામિનારાયણ” મહામંત્રનો પ્રકાશ કર્યો. આજે સમગ્ર વિશ્વ આ કલ્યાણકારી મહામંત્રનો મહિમા પૂર્વક યશોગાન કરે છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને આ મહામંત્રનો મહિમા સ્વમુખે કહ્યો છે કે, જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે; છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક...
 
સ્વામિનારાયણ નામ લેવાથી પાપ માત્ર નાશ પામી જાય છે એવો સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે જે શ્રુતિમાં એટલે વેદમાં મારાં અનેક નામો છે પણ સર્વ નામ કરતાં સ્વામિનારાયણ નામ સર્વોપરી છે. આ મહામંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, આંધળો હોય તે દેખતો થાય, ગમે તેવા સંકટ સમય આવ્યો હોય ને સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરે તો જરૂર ઊગરી જાય. ષડક્ષરી સ્વામિનારાયણ મહામંત્ર છએ શાસ્ત્રનો સાર છે. તેનો આશ્રય કરનાર અનાયાસે સંસાર સાગરના પારને પામી જાય છે. આવા મહિમાવાન મહામંત્રની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર – નાઈરોબીમાં ઉમંગોલ્લાસભેર કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન – અર્ચન, આરતી કરવામાં આવી હતી. બાળકો વિશ્વની અનેક ભાષાઓમાં “સ્વામિનારાયણ” મહામંત્ર લખીને ભક્તિ દર્શાવી હતી. મહામંત્રનું મહિમાગાન, કીર્તન ભક્તિ, ઓચ્છવ, આરતી આદિ અનેક વિધ કાર્યક્રમોથી સમગ્ર મંદિર મહેલ સ્વામિનારાયણ મહામંત્રથી ગૂંજી ઊઠ્યું હતું. આ અવસરે પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયાથી આવેલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
 
 
આગળ જુઓ, વિવિધ ભાષામાં મહામંત્ર લખેલા પોસ્ટર્સ સાથે આવ્યા હતા બાળકો...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Swaminarayan Mantra 215 birth anniversary celebration at Shri Swaminarayan Mandir, Nairobi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended