Home »NRG »Africa» Shrien Dewani Gay Lover Leopold Leisser Found Hanged At His Home

ઉદ્યોગપતિ શ્રીયેન દેવાણીના ગે લવરે કર્યું સુસાઈડ, પત્નીની હત્યાનો સાક્ષી

divyabhaskar.com | Nov 18, 2016, 14:33 PM IST

  • શ્રીયેન પર કેપટાઉનમાં હનીમૂન દરમિયાન હત્યારાઓ થકી તેની પત્ની એન્ની દેવાણીની હત્યા કરાવવાનો આરોપ હતો.
કેપટાઉનઃઉદ્યોગપતિ શ્રીયેન દેવાણીના બહુચર્ચિત હનીમૂન મર્ડર કેસના સાક્ષીએ આત્મહત્યા કરી લીધી છે. લીઓપોલ્ડ લેઈસર નામના આ શખ્સનો મૃતદેહ તેના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. શ્રીયેન પર કેપટાઉનમાં હનીમૂન દરમિયાન હત્યારાઓ દ્વારા તેની પત્ની એન્ની દેવાણીની હત્યા કરાવવાનો આરોપ હતો. 
 
મર્ડર કેસને લઈને તણાવમાં રહેતો લેઈસર

- જર્મન માસ્ટર તરીકે જાણીતા લેઈસરે દેવાણી સાથે તેના સમલૈંગિક સંબંધો હોવાનો કોર્ટમાં સ્વીકાર કર્યો હતો. 
- બર્મિંગહામ અને સોલિહલના કોરોનર મિસ એલિઝાબેથ બસી-જોન્સે આત્મહત્યાનો ચુકાદો આપ્યો હતો.
- હનીમૂન મર્ડર કેસને લઈને ભારે 45 વર્ષીય લીઓપોલ્ડ લેઈસર ભારે તણાવમાં રહેતો હતો 
- લેઈસરના મિત્રને તેનો મૃતદેહ 13 સપ્ટેમ્બરના રોજ બર્મિંગહામના મોસેલી ખાતેના ફ્લેટમાં મળ્યો હતો. 
- મૃતદેહનો પોસ્ટમોર્ટમમાં મોકલાયા બાદ ગળે ફાંસો ખાવાથી મોત થયાનું સામે આવ્યું હતું. 
 
આ રીતે કર્યો હતો સંપર્ક

- દેવાણીએ 2009માં જર્મન માસ્ટરની વેબસાઈટ પરથી તેનો સંપર્ક સાધ્યો હતો. 
- બાદમાં દેવાણી અને લેઈસર વચ્ચે કુલ ત્રણ મીટિંગ યોજાઈ હતી. 
- દેવાણીએ સમલૈંગિક સંબંધ માટે એક વખતના 400 પાઉન્ડ ચુકવ્યા હતા. 
- દેવાણીના કેસ પછી લેઈસરે તેની વેબસાઈટ બંધ કરી દેતા તેને મહિને 5000 પાઉન્ડનું નુકશાન થઈ રહ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, હનીમૂન મર્ડરની સમગ્ર ઘટના
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shrien Dewani gay lover Leopold Leisser found hanged at his home
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext