Home »NRG »Africa» Shree Purushottampriyadasji Swamiji Maharaj Visit Maasai Mara Kenya

કેન્યાઃ વન્યજીવોના રક્ષણાર્થે 'મારા એલીફન્ટ પ્રોજેક્ટ'ને દાન, ધાર્મિક કાર્યક્રમો યોજાયા

divyabhaskar.com | Jan 13, 2017, 11:30 AM IST

કેન્યા(સૂર્યકાંત જાદવા દ્વારા):શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાન્નિધ્યમાં સંતો-ભક્તો સહ મૂળ કચ્છના રહેવાસી હાલ નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ રાબડીયાની વિશાળ મારા રીવર લોજ ખાતે હવાઈ જહાજ મારફતે પધાર્યા હતા. 250થી વધારે સંતો ભક્તોએ અહીંયા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
 
વાંચો, કેવો છે પ્રસિદ્ધ મસાઈ મારા વિસ્તાર

- આફ્રિકા ખંડના કેન્યા રાષ્ટ્રમાં આવેલો જાણીતો મસાઈ મારા વિસ્તાર 700 ચોરસ માઈલમાં પથરાયેલો છે. 
- અહીં સિંહ, હાથી, જિરાફ, ઝીબ્રા, શાહમૃગ, ઝરખ, ગેઝેલ, શિયાળ, વોટર હોગ, બફેલો, હિપોપોટેમસ, ચિત્તો તેમજ અસંખ્ય જાતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. 
- અહીં માંસ ભક્ષી પ્રાણીઓ પશુઓનો શિકાર કરતાં જોઈ શકાય છે. બધા જીવો પોતાનું સહજ, સ્વાભાવિક જીવન જીવતા નિહાળવા મળે છે. 
- અહીની ભૂમિ અને વાતાવરણ સંપૂર્ણપણે વન્ય અને જંગલી છે. 
- લેન્ડક્રૂઝર વેનમાં બેસીને ચારે બાજુ જોવા મળતાં ઘાસના વિશાળ મેદાનો, છત્રી જેવા અન્કેશીયા વૃક્ષો વગેરે અચંબો પમાડે તેવા છે. 
 
કચ્છીની છે વિશાળ મારા રીવર લોજ

- મસાઈ મારા વિસ્તારમાં વન્ય પ્રાણીઓની જીવાદોરી સમાન મારા રીવારને કાંઠે શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત અને કેરા-કચ્છના હાલ નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ ધનજીભાઈ રાબડીયાની વિશાળ મારા રીવર લોજ છે. 
- શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાન્નિધ્યમાં સંતો-ભક્તો સહ અહીં હવાઈ જહાજ દ્વારા પધાર્યા હતા. 
- 250 કરતાં વધારે સંતો-ભક્તો સહ અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે કીર્તન ભક્તિ સંધ્યા, રાસોત્સવ, ભક્તિ નૃત્યો, કથાવાર્તા વગેરેની દબદબાભેર ઉજવણી કરી હતી. 
- આ પાવનકારી અવસરે મસાઈ મારામાં હાથીઓના સંરક્ષણ માટે સેવા બજાવતા મારા એલીફન્ટ પ્રોજેક્ટના સી.ઈ.ઓ. મૂળ અમેરિકાના માર્ક ગોસને માતબર દાનની સખાવત વન્યજીવોના સંરક્ષણ માટે અર્પણ કરાઈ હતી. 
 
હેલિકોપ્ટરમાં કરાવી વન્ય પ્રાણીઓની સાઈટ મુલાકાત

- સી.ઈ.ઓ. માર્ક ગોસે નવા હેલીકોપ્ટરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પધરામણી કરાવી.
- તેમજ મસાઈમારાથી છેક ટાન્ઝાનિયા રાષ્ટ્રની બોર્ડર પાસે સેરેન્ગેટી સુધી વન્ય પ્રાણીઓની સાઈટ મુલાકાત પણ કરાવી હતી. 
- તેમણે જણાવ્યું હતું કે, હિંદુ ધર્મના વડા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે વિદેશમાં પધારીને પણ પ્રાણીઓ પ્રત્યે આત્મીય અનુકંપા દાખવી છે. 
- આ કાર્યમાં ગોપાલભાઈ ધનજીભાઈ રાબડીયા, સુપુત્ર કેતનભાઈ તથા ભાઈ હરીશભાઈ વગેરે રાબડીયા પરિવાર આર્થીક સહયોગી બન્યા હતા. 
 
આગળ જુઓઃ મસાઈમારા વિસ્તારના વન્યજીવોની વધુ તસ્વીરો 
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shree purushottampriyadasji Swamiji Maharaj visit Maasai Mara Kenya
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended