Home »NRG »Africa» PM Modi Had Addressed Gujarati Community, Vinod Chavda Visited Swaminarayan Temple

PIX: આફ્રિકામાં પણ છે 'મીની ગુજરાત', ગુજરાતીઓ દ્વારા PM મોદીનું ભવ્ય સ્વાગત

divyabhaskar.com | Jul 31, 2016, 22:42 PM IST

  • (મોદીના આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાય દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું )
એનઆરજી ડેસ્કઃ 'જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત', આ કહેવતનો અર્થ જ એવો થાય છે દુનિયાના કોઇપણ ખૂણે ગુજરાતી વસવાટ કરે ત્યાં એક 'મિની ગુજરાત' હોય તેવો આભાસ થાય છે. ગુજરાતના લોકો વેપાર, ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં કચ્છીઓ સારી તકોને ઝડપવા માટે આફ્રિકા અને યુકેમાં સેટલ થયા છે. આફ્રિકન દેશ કેન્યાના નાઇરોબી શહેરમાં પણ મોટી સંખ્યામાં કચ્છીઓ વસે છે.
 
અહીં મોટી સંખ્યામાં હરિભક્તો પણ વસે છે, જેમણે નાઇરોબીમાં જ ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ પણ કરાવ્યું છે.  ગત જુલાઇ મહિનામાં વડાપ્રધાન મોદી જ્યારે આફ્રિકાના ચાર દેશોની મુલાકાતે હતા ત્યારે તેઓ અહીંયા વસતા કચ્છી માંડુઓને મળ્યા હતા. આ સાથે જ કચ્છ લોકસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિનોદ એલ. ચાવડાએ પણ નાઇરોબીમાં વસતા કચ્છી-ગુજરાતીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી.
 
PM મોદી અને કચ્છ લોકસભાના એમપી વિનોદ ચાવડાનું નાઇરોબી ખાતે વસતા ગુજરાતીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મોદીની મુલાકાતને લઇને ગુજરાતીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીએ અને વિનોદ ચાવડાએ નાઇરોબીમાં વસતા ગુજરાતીઓને સંબોધન કર્યું હતું અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
 
સ્લાઇડ્સ બદલોને જુઓ વધુ ફોટોઝ
 
(અહેવાલ અને ફોટોગ્રાફ્સ સૌજન્યઃ સૂર્યકાંત જાદવા)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: PM Modi Had Addressed Gujarati Community, Vinod Chavda Visited Swaminarayan temple
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext