Home »NRG »Africa» People Celebrating 75th Birthday Of Acharya Swamishrree Nairobi Kenya

કેન્યાઃ પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના 75મા બર્થ ડેની થઈ અનોખી ઉજવણી, જુઓ તસવીરો

divyabhaskar.com | Feb 01, 2017, 11:01 AM IST

કેન્યા(સૂર્યકાંત જાદવા દ્વારા):મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ વર્ષે 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે તેમના જન્મદિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી ખાતે અનેક હરિભક્તોએ એકઠા થઈને અમૃત પર્વના નિમિતે યોજાયેલા કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે દરેક કાર્યક્રમમાં 75નો અંક સામાન્ય રાખવામાં આવ્યો હતો.
 
આચાર્ય સ્વામીશ્રી મહારાજે ભક્તોના હૈયે સંસ્કારોનું સિંચન કરવા જે અપૂર્વ જહેમત ઊઠાવી હતી, એ ઉપકારોનું ઋણ કિંચિદ અંશે અદા કરવા, ૭૫ વર્ષ – અમૃત વર્ષ પૂર્ણ થતાં હોઈ “ સદ્ભાવ અમૃત પર્વ ” ઊજવવાનું નક્કી કર્યું હતું. અહીંના નાના મોટા – આબાલવૃદ્ધ સહુ મળીને તેઓશ્રીના આ સદભાવ અમૃત પર્વના ઉપક્રમે યોજાયેલ સમૂહ મહાપૂજા યજ્ઞ, , મીઠાઈ, ફરસાણ, વિધ વિધ ફાળો, ડ્રાય ફ્રુટ્સ આદિથી યુક્ત ગણવેશ ધારી શાહી સ્વાગતના સદસ્યો, ગણવેશમાં સજ્જ કળશધારી 75 બાલિકાઓ, વિવિધ કીર્તનો પર ભક્તિ નૃત્યો કરનાર 75 નૃત્યવીરો, 75 ફૂટનો પુષ્પનો હાર, 75 ના અંકમાં બેસીને ગણવેશમાં વિધ વિધ મુદ્રાઓ રચનાર બાઈ-ભાઈ હરિભક્તો, 75 અંક અંકિત આરતીમાં 75 દિવેટોથી મહાનીરાજન, 75 લિખિત બલૂન- ફુગ્ગાઓનું ગગન માર્ગે મુક્તિ, 75 પોપર્સને ફોડવા, વિદ્યુત તારામંડળી-રોશની.... આદિ અનેક  કાર્યક્રમોને પરમોલ્લાસભેર, દબદબાભેર અને આધ્યાત્મિકતા સભર માણ્યો હતો. 
 
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના “સદભાવ અમૃત પર્વ” નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં દિવ્યાંગો - 75 બહેરા – બધીર બાળકોને મેટ્રેસ, ચાદર, ઓશિકા, બ્લેન્કેટ વગેરે જીવન જરૂરિયાત સહાયક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વળી, ૭૫ મા – અમૃત વર્ષ પર્વે  The Kenya Society For Deaf Children - દિવ્યાંગોને 2,75,000/ksh નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પાવન અવસરે દિવ્યાંગો સહ તેમના શિક્ષણ વિદોએ પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. દિવ્યાંગો પણ આ પ્રસંગે આનંદિત મુદ્રામાં દીસતા હતા..
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ ઉજવણીની વધુ તસવીરો...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: people celebrating 75th birthday of acharya swamishrree nairobi kenya
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended