Home »NRG »Africa» One Gujarati Arrest With 17 Lion Claws On JNIA Tanzania

તાન્ઝાનિયા: સિંહના અંગો સાથે ગુજરાતીની ધરપકડ, 1 કરોડના દંડની શક્યતા

divyabhaskar.com | Nov 25, 2016, 07:49 AM IST

અમદાવાદ:આફ્રિકાના અલગ અલગ રાષ્ટ્રમાંથી વન્યજીવોના અંગોની તસ્કરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. આ માટે આફ્રિકી દેશોની સરકારે કડક વલણ દાખવી તસ્કરી સામે કડક નિયમો બનાવ્યા છે. ત્યારે ગત શનિવારના રોજ પૂર્વ આફ્રિકી રાષ્ટ્ર તાન્ઝાનિયાના પાટનગર દાર-એ-અલામના જૂલીયલ ન્યરેરે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(JNIA) પરથી બપોરે આશરે બે વાગ્યાની આસપાસ 17 નંગ જેટલા સિંહના નખ, દાંત સાથે ગુજરાતી દિપકકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી છે. દિપકકુમારને આ ગુના હેઠળ 1 કરોડ સુધીના સ્થાનિક ચલણનો દંડ થઈ શકે તેમ છે.

એરપોર્ટ પરના પોલીસ ઓફિસરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, શનિવારે બપોરે આશરે બે વાગ્યાની આસપાસ ભારતની અમિરેટ્સ એરલાઈન્સ વાયા દુબઈની ફ્લાઈટ માટે એરપોર્ટમાં પ્રવેશેલો વ્યક્તિ તપાસમાંથી પસાર થઈ રહ્યો હતો. શંકાના દાયરામાં આવેલા આ વ્યક્તિ પાસેથી કાર્બન પેપરમાં સંતાડેલા સિંહના 17 જેટલા કિંમતી અંગો મળી આવ્યા હતા. જે તસ્કરી હોવાનું માલુમ પડ્યું હતું. ભારતીય પાસપોર્ટ ધરાવતા 44 વર્ષીય દિપકકુમાર પટેલને કિંમતી વન્યજીવોની તસ્કરીના ગુના હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

આગળ વાંચો 1 કરોડ સુધીના સ્થાનિક ચલણનો દંડ થઈ શકે
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: One Gujarati Arrest With 17 lion claws on JNIA Tanzania
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext