Home »NRG »Africa» One Day Cricket Tournament Held At Lusaka In Zambia

ઝાંબિયા: T20 મેચમાં જયસૂર્યા બન્યો યજમાન, ફાઈનલમાં ઉમટ્યાં ગુજરાતીઓ

divyabhaskar.com | Nov 21, 2016, 10:14 AM IST

એનઆરજી ડેસ્ક:ઝાંબિયાના લુસાકા ખાતે બિન નિવાસી ભારતીય યુનુસ ઇસા હલદરવાવાલા સંચાલિત લૉટસ ક્રિકેટ કલબના મેદાન પર એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. T20 ફંડ રેઝર સંચાલિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનત જયસૂર્યા યજમાન બન્યા હતા. લુસાકા ખાતે રમાયેલી ફાઈનલ મેનને જોવા માટે ભારતથી ઝાંબિયાના લુસાકા ખાતે સ્થાયી થયેલા ભરૂચ જિલ્લાના પાલેજ ટાઉનના જાવેદ તલાટી, તૌફિક તલાટી સહિતના અનેક ભારતીયો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

લુસાકા ખાતે લૉટસ ક્રિકેટ કલબના મેદાન પર યોજાયેલા આ ટુર્નામેન્ટમાં ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની ટીમોએ ભાગ લીધો હતો. જેમા સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. બંન્ને ટીમો વચ્ચે ફાઈનલના રસાકસી ભર્યા મુકાબલા બાદ સાઉથ આફ્રિકન ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમને સનદ જયસૂર્યાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

(તસવીરો: યાકુબ પટેલ પાલેજ)
આગળ જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: one Day Cricket tournament Held at Lusaka in Zambia
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext