Home »NRG »Africa» Indian Origin South African Anti-Apartheid Activist Ahmed Kathrada Dies

નેલ્શન મંડેલાના ગુજરાતી સાથીનું નિધન, સમગ્ર સાઉથ આફ્રિકામાં શોક

divyabhaskar.com | Mar 28, 2017, 12:44 PM IST

  • નેલ્સન મંડેલાના નજીકના સાથીમાંના એક હતા અહેમદ કાઠરાડા
જોહાનિસબર્ગઃપીઢ ભારતીય મૂળના અને રંગભેદનાતિનો વિરોધ કરનારા દક્ષિણ આફ્રિકી કાર્યકર અહેમદ કઠરાડાનું નિધન થયું છે. નેલ્સન મંડેલાના નજીકના સાથીમાના એક અહેમદ કઠરાડનું આજે 87 વર્ષની ઉંમરે ડોનાલ્ડ ગોર્ડન હોસ્પિટલમાં નિધન થયું. કઠરાડનું નિધન એએનસી(આફ્રિકી નેશનલ કોંગ્રેસ), બ્રોડર લિબરેશન મુવમેન્ટ અને સમગ્ર દક્ષિણ આફ્રિકા માટે મોટું નુકશાન છે. તેઓ વિશ્વના વિવિધ ભાગોમાં લાખો લોકો માટે પ્રેરણા હતા. કઠરાડાનો જન્મ પશ્ચિમી ટ્રાન્સવાલમાં શ્વેઈઝર-રેનેકેના નાના ગામડામાં થયો હતો, સુરતથી આફ્રિકા સ્થાયી થયેલા ગુજરાતી પરિવાર સુન્ની બોહરાના 6 બાળકોમાંથી કઠરાડ ચોથા હતા.
 
દેશની નીતિઓને આકાર આપવામાં હતો મોટો ફાળો

નેલ્શન મંડેલાને તેમના મોટા ભાઈ તરીકે વારંવાર સંબોધિત કરનારા કઠરાડા, ત્રણ રાજનૈતિક કેદીઓમાં સામેલ હતા, જેમને 1964ના કુખ્યાત રિવોનિયા ટ્રાયલ બાદ દક્ષિણ આફ્રિકી વિરોધી રંગભેદનીતિ માટે કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેમાં બે અન્યો એંડ્રયૂ મેલેન્ની અને ડેનિસ ગોલ્ડબર્ગ સામેલ હતા. દક્ષિણ આફ્રિકાના પહેલા લોકતાંત્રિક રાષ્ટ્રપતિ મંડેલાને ચૂંટણી બાદ તેઓ દેશની નીતિઓને આકાર આપવામાં મહત્વની ભૂમિકામાં રહ્યા હતા.
 
કોણ છે અહેમદ કઠરાડ?

કઠરાડાનો જન્મ 21 ઓગસ્ટ, 1929ના રોજ દક્ષિણ આફ્રિકાના ઉત્તર પશ્ચિમ પ્રાંતના શ્વેઈઝર-રેનેકમાં થયો હતો. યુવા કમ્યુનિસ્ટ લીગ દ્વારા ચલાવવામાં આવી રહેલા નોન-રેશિયલ યુથ ક્લબ(બિન-જાતિય યુવા ક્લબ)માં સામેલ થયા બાદ તેઓએ એક યુવાન તરીકે રાજનીતિમાં શરૂઆત કરી હતી. 17 વર્ષની ઉંમરે કઠરાડાએ દક્ષિણ આફ્રિકી ભારતીય કોંગ્રેસના નેતૃત્વમાં 1946 દરમિયાન નિષ્ક્રિય પ્રતિરોધક ઝુંબેશમાં ભાગ લીધો હતો. તેઓ 2000 લોકોની વચ્ચે હતા, તેઓએ દક્ષિણ આફ્રિકી ભારતીયો વિરુદ્ધ ભેદભાવના કાયદાને ફગાવી દેતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કેદ કરવામાં આવ્યા હતા.
 
આગળ વાંચોઃ જેલમાં મેળવી હતી યુનિવર્સિટીની ડિગ્રી...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian origin south african anti-apartheid activist Ahmed Kathrada dies
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended