Home »NRG »Africa» Indian Origin Businessman Appointed As Head Of South Africas BRICS

ભારતીય મૂળના બિઝનેસમેન બન્યા આફ્રિકાના BRICS બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ

divyabhaskar.com | Apr 02, 2017, 15:15 PM IST

  • ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકી અબજોપતિ બિઝનેસમેન છે ઈકબાલ સુર્વે
દક્ષિણ આફ્રિકાઃભારતીય મૂળના દક્ષિણ આફ્રિકી અબજોપતિ બિઝનેસમેન ઈકબાલ સુર્વેની આફ્રિકાના BRICS બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુર્વેએ ભારત અને ચીન જેવા દેશો સાથે વેપાર સંબંધોને મજબૂત કરવા માટેની જરૂરિયાતો પર ભાર મૂક્યો છે. દક્ષિણ આફ્રિકી સરકાર દ્વારા તેમની નિમણૂક બાદ સુર્વેએ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના અન્ય દેશોની BRICS કાઉન્સિલની મધ્યસત્ર બેઠક માટે નવી દિલ્હી કૂચ કરી છે. તેમણે ચીન અને ભારતના સંબંધોને મજબૂત બનાવવાનું મહત્વ સમજાવ્યું છે.
 
શું કહે છે ઈકબાલ સુર્વે?

સુર્વેએ કહ્યું કે, ટ્રમ્પ સંરક્ષણવાદ અને બ્રેક્ઝિટને જોતા આપણે પૂર્વ, ખાસ કરીને ચીન અને ભારતમાં વેપાર સાથે સંબંધો મજબૂત કરવા પડશે. જેની અર્થવ્યવસ્થાઓને 2030 સુધી વિશ્વમાં ક્રમશઃ નંબર એક અને નંબર ત્રણ પર લાવવાની આશા છે. જેમાં અમેરિકાનો જીડીપી ક્રમશઃ 35 ટ્રિલયન ડોલર અને 16 ડોલર હશે. આ માત્ર દક્ષિણ આફ્રિકા માટે નહીં પણ મહાદ્વીપ માટે ઘણી તકો ઉભી કરે છે. સૌથી મહત્વનું એ છે કે, બ્રિક્સની વિકાસ બેન્કથી આફ્રિકાને ફાયદો થશે. આ એક સારો વિકાસ હશે. ચીન એક સમયે વૈશ્વિકરણનો ઝંડો લહેરાવી રહ્યું હતું, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણવાદી વલણ અપનાવી રહ્યું છે. 
 
આગળ વાંચોઃ શું કે ઈકબાલ સુર્વેનો એજન્ડા?
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian origin businessman appointed as head of South Africas BRICS
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended