Home »NRG »Africa» Gujarati Diamond Traders At Sierra Leone Africa To Buy 706-Carat Diamond

આફ્રિકામાં રૂ. 300 Crથી વધુની કિંમતનો હીરો મળ્યો, ખરીદવા ગુજરાતીઓની દોટ

divyabhaskar.com | Mar 26, 2017, 10:45 AM IST

  • 706 કેરેટનો કીંમતી ડાયમંડ
આફ્રિકાઃસિયોરા લિયોન ખાણમાં કામ કરનાર એક ઈસાઈ પાદરીને 706 કેરેટનો હીરો મળી આવ્યો છે, જે અત્યાર સુધીમાં મળી આવેલો દસમો સૌથી મોટો હીરો છે. કિંમતી ડાયમંડની દેશની બહાર દાણચોરી ન કરવા બદલ રાષ્ટ્રપતિ અર્નેસ્ટ કોરોમાએ ખાણમાં કામ કરી રહેલા લોકોનો આભાર માન્યો હતો. સરકારી નિવેદન પ્રમાણે, આ ડાયમંડની પારદર્શી બોલી લગાવવામાં આવશે અને તેમાંથી મળેલા પૈસાનો ઉપયોગ દેશહિતમાં કરવામાં આવશે. હીરાની કિંમત રૂ. 300થી વધુ આંકવામાં આવી રહી છે. હીરાના ગુજરાતી વેપારીઓ તેને ખરીદવા માટે આફ્રિકા પહોંચી ગયા છે.
 
હીરાની લગાવવામાં આવશે બોલી

પાદરીને 706 કેરેટનો હીરો મળતા તેણે સરકારને સોંપી દીધો હતો. હીરા વેપારીઓ કહે છે કે, પશ્ચિમ આફ્રિકાના સિયોરા લિયોનમાં પાદરી ઈમોન્યુઅલ ઈમોહાને 706 કેરેટ વજનનો અતિદુર્લભ હીરો મળી આવ્યો છે. રાષ્ટ્રપતિ અર્નેસ્ટ કોરોમા ખાણમાં કામ કરી રહેલા લોકોનો આભાર માન્યો હતો. સિયોરા લિયોનમાં હીરાની બોલી લગાવવામાં આવશે અને તેમાથી મળેલા પૈસાનો ઉપયોગ ખાણવિકાસ અને તેની સાથે સંકળાયેલા લોકો માટે કરવામાં આવશે. 
 
1905માં મળી આવ્યો હતો 3106 કેરેટ્સનો સૌથી મોટો હીરો 

વૈશ્વિક કક્ષાએ ડાયમંડ હબ ગણાતા સુરત અને મુંબઈના હીરાવેપારીઓને આ હીરો ખરીદવામાં રસ દાખવ્યો છે. તેમજ ગુજરાતીઓ પણ આ હીરો ખરીદવા આફ્રિકાના સિયોરા લિયોન પહોંચી ગયા છે અને સરકારી તંત્ર સાથે આ હીરો ખરીદવા માટે વાટાઘાટો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બોત્સવાનામાં એક ખાણમાં 1,111 કેરેટનો હીરો મળી આવ્યો હતો, જે એક સદીથી પણ વધારે સમયની સૌથી મોટી શોધ હતી. જોકે, 1905માં આફ્રિકામાં 3106 કેરેટ્સનો હીરો પણ મળી આવ્યો હતો. 
 
વિશ્વમાં 65 ટકા હીરા પૂરા પાડે છે આફ્રિકા

ઐતિહાસિક રૂપે હીરાઉદ્યોગમાં સિયોરા લિયોનની એક વિવાદાસ્પદ ભૂમિકા રહી છે. બ્લડ ડાયમંડના વેચાણથી સમગ્ર આફ્રિકામાં 1990ના દાયકામાં નાગરિક યુદ્ધોને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું  તેમજ વારંવાર એક મહાદ્વીપ પર સૈન્ય તાનાશાહોને નાણા પૂરા પાડવામાં આવ્યા છે. જો કે, લંડન ડાયમંડ બજાર પ્રમાણે સમગ્ર વિશ્વમાંથી મળી આવતા હીરામાં 65 ટકા હીરા આફ્રિકા પૂરા પાડે છે. વિદ્રોહીઓએ વેપારીઓને હીરાની ખાણનો ફાયદો લેવા અને લાઈબેરિયાના માધ્યમથી વિદેશમાં હીરાની દાણચોરી કરવાની મંજૂરી આપી હતી. 
 
 
આગળ જુઓઃ 300 કરોડ રૂપિયાથી વધુ કિંમત ધરાવતા ડાયમંડની વધુ તસવીરો...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gujarati diamond traders at Sierra Leone africa to buy 706-carat diamond
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended