Home »NRG »Africa» Eight Non-Resident Gujaratis Honored By Pravasi Bharatiya Divas PBD 2017

પ્રિતી પટેલ-ભરત બારાઈ સહિત આઠ ગુજરાતીઓ PBD એવોર્ડથી સન્માનિત

divyabhaskar.com | Jan 10, 2017, 14:53 PM IST

એનઆરજી ડેસ્ક: બેંગલોર ખાતે 7-9 જાન્યુઆરીએ યોજાયેલા 14માં પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં 8 ગુજરાતીઓ સહિત 30 પ્રવાસી ભારતીયોનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિદેશોમાં રહેતા મૂળ ભારતીયોને અલગ અલગ સેવાકિય પ્રવૃતિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં યુએસ ખાતે રહેતા ગુજરાતી મૂળના રમેશ શાહ, ડો ભરત બારાઈ, મહેશ મહેતા, નીશા દેસાઈ અને ફીઝીના વિનોદ ચન્દ્રા પટેલ તેમજ યુકે સરકારના પ્રિતી પટેલ, આફ્રિકામાં રહેતા નલિનકુમાર કોઠારી, કેનેડાના મુકંદ પુરોહિતને ભારતીય સમુદાયને યોગદાન બદલ પ્રવાસી ભારતીય તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભરત બારાઈ, ફેડરેશન ઓફ ઈન્ડિયન અમેરિકન એસોસિયેશન

- મૂળ ગુજરાતી ભરત બારાઈ Indianaમાં ડોક્ટર તરીકે ભારતીયો સહિતના લોકોમાં આગળ પડતુ નામ ધરાવે છે.
- તેઓ છેલ્લા 15 વર્ષથી ભારતમાં સ્વચ્છતા સુવિધાઓને વિકસાવવામાં પ્રયત્નશીલ છે.
- ભારત-અમેરિકાના સંબંધનો વિકસાવવામાં પણ ભરત બારાઈનો મહત્વનો ફાળો રહ્યો છે.
- કેટલાય ભારતીય રાજદૂત તેમજ અમેરિકન અધિકારીઓ સાથે કામ કરી ચૂકેલા ભરત બારાઈએ અમેરિકામાં મોદીનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
- ન્યુયોર્કમા Madison Square Garden ખાતે પીએમ મોદીના કાર્યક્રમનું ભરત બારાઈએ આયોજન કર્યું હતું.
 
રમેશ શાહ, ગ્લોબલ કો-ઓર્ડિનેટર, EKAL વિદ્યાલય ફાઉન્ડેશન, યુએસ

- રમેશ શાહે ભારતના દૂરના ભાગો વિશે જાગૃતિ માટે યુએસ, યુરોપ સહિત ભારતભરમાં પ્રવાસ કર્યો છે.
- આદિવાસી માટે કામ કરવા કમર કચી તેઓએ Ekal વિદ્યાલયની સ્થાપના કરી.
- 1978માં શાહે ગુજરાતી સમાજ ઓફ Houstonની સ્થાપના કરી.
- તેમણે 1999થી સ્વંયસેવક, બોર્ડ સભ્ય, ચેરમેન અને હવે એડવાઈઝર તરીકે Ekal વિદ્યાલય ફાઉન્ડેશનમાં કામ કર્યું છે.
 
આગળ વાંચો PBD-2017 સન્માનિત અન્ય ગુજરાતીઓ વિશે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Eight non-resident Gujaratis honored By Pravasi Bharatiya Divas PBD 2017
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext