Home »NRG »Africa» After Death Of Gujarati Rajesh His Dead Body Still In Nigeria

નાઈજીરીયામાં સડી રહી છે ગુજરાતીની લાશ, મૃતદેહ લાવવા પરિવારના વલખાં

divyabhaskar.com | Apr 26, 2017, 15:03 PM IST

  • શુક્રવારે ડેડબોડી વતન પહોંચાડવા કંપનીની બોમ્બે સ્થિત ઓફિસે આપી ખાતરી
નાઈજીરીયાઃદ્વારકાના ભાણવડ ગામથી નાઈજીરીયા નોકરી અર્થે ગયેલા યુવાનનું શુક્રવારના રોજ રહસ્યમય સંજોગોમાં મોત થતા પરિવાર આઘાતમાં આવી ગયો છે. એક તરફ પાંચ દિવસ પહેલા મૃત્યુ પામેલા યુવાનની બોડી નાઈજીરીયામાં સડી રહી છે અને પરિવાર તેની ડેડબોડી વતન લાવવા માટેના ભરપૂર પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે કંપની કે હોસ્પિટલ યુવાનની સારવાર અંગેના કોઈ પણ ડોક્યુમેન્ટ ન આપી ગોળ ગોળ વાત ફેરવી રહી છે. પરિવારે આ માટે સરકારની પણ મદદ માંગી છે. 
 
શું છે સમગ્ર ઘટના?

દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામનો રાજેશ મધુડીયા નોકરી અર્થે પાંચ મહિના પહેલા નાઈજીરીયા ગયો હતો. અહીંયા શુક્રવારે રહસ્યમય સંજોગોમાં મોત થતા ગુજરાતમાં રહેતા તેના માતા-પિતા, પત્ની અને સાડા ત્રણ વર્ષની પુત્રીના પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. રાજેશ સાથે કામ કરતા ભરૂચના યુવાને શુક્રવારે સવારે પોણા ચાર વાગ્યે રાજેશનું લીવરની સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માહિતી પરિવારને આપી હતી. જોકે, શુક્રવાર બાદ લાશ કંઈ જગ્યાએ રાખવામાં આવી છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. 
 
શુક્રવારે વતન પહોંચાડવાની આપી ખાતરી

રાજેશની સારવાર અંગેના હોસ્પિટલના કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ પરિવારને મળ્યા નથી. પરિવારે રાજેશનો મૃતદેહ વતન લાવવા માટે સરકાર પાસે પણ મદદની માંગણી કરી છે. રાજેશના કાકા સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હજુ સુધી અમને કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી તથા નાઈજીરીયામાં રહેલી કંપનીની બોમ્બે સ્થિત ઓફિસ સાથે પણ સંપર્ક કર્યો છતા તેઓ ગોળ ગોળ વાત ફેરવી રહ્યા હતા. મીડિયામાં આ અંગે સમાચાર વહેતા થતા શુક્રવાર સુધીમાં ડેડબોડી મોકલી આપવાની બોમ્બે સ્થિત ઓફિસે ખાતરી આપી છે. 
 
આગળ વાંચોઃ રાજેશના કાકા રસીકભાઈએ divyabhaskar.com સાથેની વાતચીતમાં શું જણાવ્યું
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: After death of Gujarati Rajesh his dead body still in Nigeria
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended