Home »NRG »Africa» About Indian Businessman And Grandson Of Nanji Kalidas Mehta Jay Mehta

એક દુકાનથી કરી હતી શરૂઆત, આજે મહેતા ગ્રુપની 2800 કરોડથી વધુની સંપત્તિ

divyabhaskar.com | Feb 28, 2017, 11:50 AM IST

એનઆરજીડેસ્કઃપોરબંદરના નાનાકડા ગામ ગોરાણાના નાનજી કાલીદાસ મહેતાએ 20મી સદીની શરૂઆત પણ નહોતી ત્યારે શૂન્યમાંથી સર્જન કરી દીધું હતું. લગભગ અભણ જ કહી શકાય એવા યુવાન નાનજી મહેતાએ માત્ર 10 રૂપિયા લઈ, નસીબ અજમાવવા માટે દરિયો ખેડીને આફ્રિકા તરફ કૂચ કરી હતી. શરૂઆતના વર્ષો અત્યંત સંઘર્ષમય રહ્યા. આખરે યુગાન્ડાના નાનકડા ગામ કુમલીમાં નાનકડી દુકાન શરૂ કરી, તે સમયે ચલણમાં કોડીઓનો વ્યવહાર ચાલતો હતો. લગભગ 18 વર્ષ સુધી દુકાન ચલાવ્યા બાદ 1924માં મહેતા ગ્રુપનો પાયો નાખ્યો. 
 
નાનજી મહેતાની ઉદ્યોગ સાહસિકતા આજે લગભગ એક સદી પછીયે બેમિસાલ ગણી શકાય તેવી છે. નાનજીભાઈ જ્યારે આફ્રિકામાં હતા ત્યારે આખા ખંડમાં ખરેખર અંધારપટ હતો. પુત્ર મહેન્દ્ર પટેલ પિતાને મદદરૂપ થવા માટે બિઝનેસમાં જોડાયા. તેઓ તેમની લોકચાહના કારણે યુગાન્ડાના સાંસદ પણ રહ્યા હતા. મહેન્દ્ર અને સુનયના પુત્ર જયે પણ દાદાને બિઝનેસને વેગ આપ્યો. દાદાની દાન તથા સેવાની પ્રવૃત્તિઓ પણ તેઓએ ક્યારેય અટકાવી નથી. આજે મહેતા ગ્રુપ અનેક બિઝનેસ સાથે સંકળાયેલું છે.
 
આગળ વાંચો, મહેતા ગ્રુપની સકસેસ સ્ટોરી...
(Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About Indian businessman and grandson of Nanji Kalidas Mehta jay mehta
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended