Home »National News »Latest News »National» Shehla Masood Murder Case Zahida Pervez And 3 Others Convicted

RTI એક્ટિવિસ્ટ શેહલા મસૂદ મર્ડર કેસમાં ઝાહિદા-સબા સહિત 4 લોકોને ઉંમર કેદ

divyabhaskar.com | Jan 28, 2017, 15:03 PM IST

  • ચૂકાદો આવ્યા બાદ મીડિયાના સવાલના જવાબ આપતી ઝાદિહા
ઈન્દોર. ભોપાલના હાઈપ્રોફાઈલ શેહલા મસૂદ હત્યાકાંડમાં સીબીઆઈની ઈન્દોર સ્થિત સ્પેશલ કોર્ટે શનિવારે ચૂકાદો સંભળાવ્યો હતો. દોષીત ઝાહિદા, સબા, શાકિબ અને તાબિશને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી. અન્ય એક આરોપી ઈરફાનને ગુનાની કબૂલાત તથા તપાસમાં મદદ કરવા માટે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો.
 
6 વર્ષ ચાલ્યો કેસ
 
- ઉલ્લેખનીય છે કે 6 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 137 તારીખો પણ સુનાવણી થઈ.
- આ દરમિયાન સીબીઆઈએ 83 સાક્ષીઓ રજૂ કર્યા.
- શેહલા આટીઆઈ એક્ટિવિસ્ટ હતી. તેનું ભોપાલમાં 2011માં મર્ડર થયું હતું.
- 38 વર્ષીય શેહલા ઘરેથી ઓફિસ જવા નીકળી હતી. જેવી તે કારમાં બેઠી કે તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.
 
કોણ હતી શેહલા મસૂદ
 
- આરટીઆઈ એક્ટિવિસ્ટ શેહલા એક એનજીઓ ચલાવતી હતી. તે અણ્ણા હજારેની ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ સાથે સંકળાયેલી હતી.
- શેહલા એન્વાયર્નમેંટલિસ્ટ હતી અને ઈવેંટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવતી હતી. તેના પિતા સુલ્તાન મસૂદ રિટાયર્ડ ગવર્નમેંટ ઓફિસર છે.
- શેહલાએ 200થી વધુ આરટીઆઈ કરી હતી.
 
કોર્ટમાં શું થયું
 
- શનિવારે સવારે આશરે 11 વાગે પોલીસ સોથી પહેલા ઈરફાનને લઈ અદાલત પહોંચી હતી.
- આ લોકો કોર્ટની બહાર બેંચ પર બેઠા હતા. તેમાંથી કોઈએ મીડિયા સાથે વાત કરી નહોતી.
- બપોરે 12 વાગ્યાની આસપાસ ઝાહિદાના પરિવારજનો કોર્ટમાં પહોંચ્યા. અહાં ભીડ જોઈ પોલીસે તેમને સુરક્ષિત સ્થાન પર બેસાડી દીધા.
- શાકિબ અને તાબિશને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
- પોલીસે બપોરે 12.25 વાગે મુખ્ય આરોપી ઝાહિદા પરવેઝ અને સબા ફારુખીને લઈને કોર્ટ પરિસર પહોંચી.
 
ચૂકાદો આવ્યા બાદ શું બોલી ઝાહિદા
 
- સજા સાંભળ્યા બાદ ઝાહિદા પરવેઝે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, કોર્ટે કોઈ પણ જાતના પુરાવા વગર મને દોષી જાહેર કરી છે.
- કોર્ટે સીબીઆઈના પ્રેશરમાં આ ચૂકાદો આપ્યો હોય તેમ લાગે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shehla masood murder case zahida pervez and 3 others convicted
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended