Home »National News »Photo Feature» Man Found Dead At Home Of His Live In Partner

પ્રેમીની લાશ સાથે સુતી રહી પ્રેમિકા, જણાવી હત્યાની રાતની સંપૂર્ણ કહાણી

Mohit Shankar | Feb 05, 2017, 15:05 PM IST

  • પ્રેમિકા નીરુ સાથે મૃતક ડિંપલ.
મોહાલીઃ શહેરમાં થયેલા એક પુરુષની હત્યાનો ભેદ વધુ ગૂંચવાયો છે . મૃતકનું નામ ડિમ્પલ છે અને તે લગ્નના એક વર્ષ બાદથી જ પત્નીને છોડી પ્રેમિકા સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો હતો. ડિંપલની લાશ તેની પ્રેમિકાના ઘરમાંથી મળી આવી હતી. ડિંપલની પત્નીએ હત્યાનો આરોપ પ્રેમિકા પર લગાવ્યો છે. બીજી તરફ પ્રેમિકા ડિંપલે આત્મહત્યા કરી હોવાનું જણાવી રહી છે.
 
પ્રેમિકાએ જણાવી હત્યાની રાતની કહાણી....
 
- ડિંપલ સાથે લિવ ઈનમાં રહેતી નીરુએ જણાવ્યું કે, દારુ પીને ડિંપલ હેરાન કરી રહ્યો હતો. તેને પત્ની પાસે જવા કીધુ તો પણ ન ગયો. અંતે કંટાળીને હું સુઈ ગઈ હતી.
- સવારે 5 વાગે ઉઠી તો ડિંપલ પંખા પર લટકતો હતો, જોકે તેના પગ બેડ પર ટચ થતા હોવાથી તે મજાક કરતો હોય તેમ લાગ્યું. તેથી શાલ કાપી નીચે સુવડાવી દીધો.
- બાળકોના સ્કૂલે જવા પર ડિંપલને ઉઠાવવા પહોંચી તો તેનું મોત થવાથી શરીરનો રંગ બદલાઈ ગયો હતો.
- ડરી ગઈ હોવાથી બહેનને બોલાવી અને તેણે પોલીસને સૂચના આપી હતી. 
- મૃતક ડિંપલની પત્ની સુનીતાએ જણાવ્યું કે, તેના 4 વર્ષ પહેલા ડિંપલ સાથે લગ્ન થયા હતા.
- ડિંપલ એક વર્ષ બાદથી ઝઘડો કરવા લાગ્યો હતો અને નીરુની સાથે ફેઝ-1માં લિવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યો હતો.
- સુનીતાએ જણાવ્યું કે, ડિંપલ સાથે તેના લવમેરેજ થયા હતા અને તેમને એક પુત્ર પણ છે.
- ડિંપલ વારંવાર નીરુ પાસે જતો રહેતો હતો. ડિંપલ નીરુને છોડવા માગતો હોવાથી તે બ્લેકમેલ કરવા લાગી હોવાનો સુનીતાએ આરોપ લગાવ્યો હતો.
- નીરુએ 6 મહિના પહેલા પોતાની ભત્રીજી સાથે રેપ કરવાનો ડિંપલ પર આરોપ લગાવ્યો હતો. ડિંપલ નીરુ સાથે રહેવા તૈયાર થયો તો ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
- પોલીસે હાલ સુનીતાની ફરિયાદને આધારે નીરુ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Man Found Dead At Home Of His Live in Partner
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext