Home »National News »Photo Feature» Police Gave Strict Warning To Young Boys And Girls

BF સાથે ફરતી યુવતીઓના બહાના સાંભળી પોલીસકર્મીઓ પણ હસવા લાગ્યા

divyabhaskar.com | Jan 28, 2017, 10:34 AM IST

  • પોલીસે જે યુવતીઓને પકડી તેમાં અમુક સ્કૂલ ગર્લ્સ પણ હતી. જેઓ સ્કૂલના બહાને પ્રેમીઓ સાથે ફરવા નીકળી હતી.
ઝાંસીઃકોતવાલી વિસ્તારની પોલીસ અને એસઓજી ટીમે રાણી લક્ષ્મીબાઈના કિલ્લા પર  મહિલા પ્રવાસીઓ સાથે છેડતીની ઘટના સંદર્ભે રેડ પાડી હતી. આ સમયે પોલીસને છેડતી પાડનારા તત્વો તો હાથ ન લાગ્યા પરંતુ 11 પ્રેમી કપલ મળી આવ્યા હતા. પોલીસે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને જોઈ તેમની પૂછપરછ હાથ ધરી હતી. અમુક યુવતીઓ પોતાની સાથે રહેલા યુવકને પોતાનો પિતરાઈ ભાઈ કહેવા લાગી હતી. જોકે પોલીસકર્મીઓએ તેમના ઘરે ફોન કરતા પરિવારજનોએ તેમની પોલી ખોલી હતી.
પોલીસકર્મીઓ બહાના સાંભળી હસવા લાગ્યા...

- પોલીસે યુવતીઓના ઘરે ફોન કર્યા તો તેમણે આપેલા બહાના સાંભળવા મળ્યા હતા.
- અમુક યુવતીઓ ટ્યૂશન જવાના બહાને ઘરથી નીકળી હતી.
- અમુક યુવતીઓએ માર્કેટ જવાનું બહાનું કાઢ્યું હતું.
- પોલીસે જે યુવતીઓને પકડી તેમાં અમુક સ્કૂલ ગર્લ્સ પણ હતી. જેઓ સ્કૂલના બહાને પ્રેમીઓ સાથે ફરવા નીકળી હતી.
- યુવકો પણ ગર્લફ્રેન્ડ્સને બહેન ગણાવી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
- એસઓજી ઈન્ચાર્જે જણાવ્યું કે, યુવતીઓના બહાના સાંભળી અમને હસવું આવતું હતું.
- તેમણે જણાવ્યું કિલ્લા પર એકાંતના સ્થળે ઘણીવાર યુવતીઓ સાથે છેડતીની ઘટના બનતી હોય છે.
- એસઓજી ઈન્ચાર્જ વિક્રમસિંઘે જણાવ્યું કે, પોલીસ પ્રેમનો વિરોધ નથી કરતી પરંતુ સાવધાની રાખવી પણ જરૂરી છે.
- પોલીસે વોર્નિંગ આપી પ્રેમી કપલ્સને છોડી દીધા હતા.
 
( આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.................. )
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Gave Strict Warning To Young Boys And Girls
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext