Home »National News »Desh» UP: CM Yogi Adityanath Order To Review Yash Bharti Prize

UP: યોગી સૌથી મોટા સન્માનની તપાસ કરાવશે, બચ્ચન પરિવાર પણ સન્માનિત

divyabhaskar.com | Apr 21, 2017, 11:42 AM IST

  • હરિવંશ રાય બચ્ચનથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન સુધીના પરિવારના સભ્યો યશ ભારતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. (ફાઇલ)
લખનઉ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુંદેલખંડ પ્રવાસ બાદ ગુરુવારે મોડી રાત્રે આઠ વિભાગોનું પ્રેઝન્ટેશન જોયું. સંસ્કૃતિ વિભાગના પ્રેઝન્ટેશન દરમિયાન તેઓએ યશ ભારતી પુરસ્કારની ઉંડાણપૂર્વક તપાસ કરવાના નિર્દેશ આપ્યા. તેઓએ કહ્યું કે પુરસ્કાર કયા આધાર અને માપદંડો પર આપવામાં આવ્યા તેની સમીક્ષા કરવામાં આવે. સમાજવાદી પાર્ટી દ્વારા સન્માનિત કરાયેલા મહાનુભાવોમાં સમગ્ર બચ્ચન પરિવારનો પણ સમાવેશ થાય છે.
 
મુલાયમે શરૂ કર્યો પુરસ્કાર; જાણો કોણ-કોણ થયું સન્માનિત?
 
- યોગી સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યના સૌથી મોટા સન્માન યશ ભારતી પુરસ્કારની તપાસ કરાવશે.
- આ એવોર્ડ મુલાયમ સિંહ યાદવે 1994માં શરૂ કર્યો હતો.
- પુરસ્કાર ઉત્તર પ્રદેશથી સંબંધ ધરાવતા એવા લોકોને એનાયત કરવામાં આવ્યો છે જેઓએ કળા, સંસ્કૃતિ, સાહિત્ય કે ખેલકૂદના ક્ષેત્રમાં દેશ માટે નામ કમાવ્યું હોય.
- આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયા ઉપરાંત આજીવન 50 હજાર રૂપિયાનું મહિને પેન્શન પણ મળે છે.
- આ પુરસ્કાર અમિતાભ બચ્ચન, હરિવંશ રાય બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, શુભા મુદ્ગલ, રેખા ભારદ્વાજ, રીતા ગાંગુલી, કૈલાશ ખેર, અરુણિમા સિન્હા, નવાજુદ્દીન સિદ્દીકી, નસીરુદ્દીન શાહ, રવિન્દ્ર જૈન, ભુવનેશ્વર કુમાર જેવી હસ્તીઓને મળી ચૂક્યો છે.   
 
માયાવતીએ લગાવી હતી બ્રેક; અખિલેશે નિયમો નેવે મૂક્યા

- માયાવતી સત્તા પર આવતા સરકારે આ પુરસ્કાર બંધ કરી દીધા હતા. પરંતુ 2012માં અખિલેશ યાદવ સરકારે તેને ફરી શરૂ કરાવ્યા.
- આ વખતે પુરસ્કારને લઈને તમામ સવાલ ઊભા થયા અને આરોપ લાગ્યો કે અખિલેશ યાદવે તમામ ગરીબ લોકોને આર્થિક મદદ કરવા માટે યશ ભારતી પુરસ્કાર આપ્યા.
- હદ તો ત્યારે થઈ જ્યારે મુખ્યમંત્રીની નવી ઓફિસ લોક ભવનના ઓડિટોરીયમમાં અખિલેશ યાદવે પુરસ્કાર સમારોહ સંચાલન કરનારી મહિલાને પણ ખુશ થઈને ત્યાં મંચ ઉપર જ યશ ભારતી પુરસ્કાર આપવાનું એલાન કરી દીધું.
 
સપાના કાર્યકરોને પણ યશ ભારતીથી કર્યા સન્માનિત!

- સમાજવાદી કાર્યાલયમાં કામ કરનારા બે કર્મચારીઓને પત્રકારત્વની શ્રેણીમાં યુપીનું સૌથી મોટું પુરસ્કાર આપવામાં આવ્યું જેમનો પત્રકારત્વ સાથે કોઈ સંબંધ જ નથી. અખિલેશના આ નિર્ણય ઉપર પણ સવાલ ઉઠ્યા.
- યોગીએ કહ્યું કે ખોટા લોકોને પુરસ્કાર આપીને આ સન્માનની ગરિમાને ઠેસ ન પહોંચાડવી જોઈએ. જો તપાસમાં બહાર આવ્યું કે પુરસ્કાર મેળવનારા તેના હકદાર નથી તો સન્માન તો હવે પરત ન લઈ શકાય પરંતુ તેમને આજીવન મળનારું 50 હજાર રૂપિયાનું મહિનાનું પેન્શન બંધ થઈ જશે.
- જોકે, અમિતાભ બચ્ચન પરિવારને આ એવોર્ડ મળ્યા છે પરંતુ તેઓ તેનું પેન્શન નથી લેતા.
 
સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UP: CM Yogi Adityanath order to review Yash Bharti prize
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended