Home »National News »Latest News »National» World S Heaviest Women Arrives Mumbai To Undergo Bariatric Surgery At Mumbai

મુંબઈ: ઈજિપ્તની 500 kgની ઈમાન પહોંચી ભારત, ખાસ ટ્રકથી પહોંચી હોસ્પિટલ

divyabhaskar.com | Feb 12, 2017, 10:01 AM IST

  • ક્રેનની મદદથી ઈમાનને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. (ઈનસેટમાં ઈમાન)
મુંબઈ. વિશ્વની સૌથી જાડી મહિલા ગણાતી ઈમાન અહમદ બેરિયાટ્રિક સર્જરી માટે શનિવારે ભારત આવી પહોંચી છે. ઈજિપ્તની રહેવાસી ઈમાનનું વજન 500 કિલો છે. મુંબઈના ડોક્ટર લાકડાવાલા અને તેમની ટીમ 36 વર્ષીય આ મહિલાની સર્જરી બાદ ત્રણ મહિના સુધી સારવાર કરશે. ડોક્ટર્સની ટીમ સ્પેશલ પ્લેનથી ઈમાનને લઈ આવી પહોંચી હતી. વધારે પડતાં વજનના કારણે ઈમાન છેલ્લા 25 વર્ષથી ઘરની બહાર નીકળી શકી નથી કે ન તો ક્યારેય સ્કૂલ ગઈ.
 
ટ્રકમાં હોસ્પિટલ લાવવામાં આવી
 
- એરપોર્ટથી ખાસ ટ્રકમાં ઈમાનને હોસ્પિટલ લાવવામાં આવી હતી. ટ્કની પાછળ એક એમ્બ્યુલન્સ અને આગળ પોલીસની ગાડીએ પેટ્રોલિંગ કર્યું હતું. સૈફી હોસ્પિટલમાં તેના માટે ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.
- 500 કિલો વજન ધરાવતી ઈજિપ્તની મહિલા ઈમાન અહમદના ઓપરેશન માટે મુંબઈના ચર્ની રોડ પર વન બેડ હોસ્પિટલ બની છે.
- આ વન બેડ હોસ્પિટલ બનાવવા માટે આશરે 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
 
ડોક્ટરે સુષમાની માંગી હતી મદદ
 
-ઈમાનને ભારત લાવવા માટે પહેલાં કોઈ એરલાઈન્સ તૈયાર નહોતી. બાદમાં વીઝા મળવામાં મુશ્કેલી આવી.
- ડો. લાકડાવાલાએ વિદેશ મંત્રીને ટ્વિટ કરીને જણાવ્યું, મેમ 500 kgની ઈમાન અહમદ પોતાનો જીવ બચાવવા માટે મારી મદદ માંગી રહી છે. તેને નોર્મલ પ્રોસેસ અંતર્ગત વીઝા નથી મળી રહ્યા. પ્લીઝ તેને મેડિકલ વીઝા અપાવવામાં મદદ કરો.
- તેના પર સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું હતું, આ ગંભીર મામલો મારી સમક્ષ લાવવા બદલ આભાર. અમે નિશ્ચિત રીતે તમારી મદદ કરીશું.
 
ડોક્ટર્સે કહ્યું, મેદસ્વીતા નહીં, બીમારી છે
 
- કેટલાંક ડોક્ટરોએ ઈમાનને એલિફેટાઈસિસની દર્રદી ગણાવી છે. તેના પગમાં ઘણા સોજા છે. આ એક પેરાસાઈટથી થાય છે.
- ડોક્ટર્સનું એમ પણ કહેવું છે કે તેની બોડીમાં જરૂરીયાતથી વધારે પાણી જમા થઈ ગયું છે, આ કારણે મહિલાનું વજન વધી રહ્યું છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈજિપ્તના ડોક્ટરો તેની સારવાર કરી શકે તેમ નથી. ફેમિલીએ ત્યાંના પ્રેસિડેન્ટને ઓનલાઈન પિટીશન કરી.
- પરંતુ આખરે ઈમાનની ફેમિલીની મદદ માટે ભારતના ડોક્ટર લાકડાવાલા સુધી વાત પહોંચી ગઈ.
 
કોણ છે ઈમાન
 
-ઉલ્લેખનીય છે કે 36 વર્ષીય ઈમાન અહમદ અબ્દુલાતી ઈજિપ્તના એલેગ્ઝેડ્રિયામાં રહે છે. ભારેખમ શરીરના કારણે 25 વર્ષથી ઘરની બહાર નીકળી શકી નથી.
- તે પોતાની પથારીમાંથી પણ ઉભી થઈ શકતી નથી. જન્મના સમયે જ ઈમાનનું વજન પાંચ કિલો હતું. તે ક્યારેય સ્કૂલ ગઈ નથી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, માત્ર એક બેડરૂમની હોસ્પિટલ માટે કેટલા કરોડ થયો ખર્ચ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: world s heaviest women arrives mumbai to undergo bariatric surgery at Mumbai
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext