Home »National News »Latest News »National» There Can Be World Record In Bihar Today With Longest Human Chain

બિહારનો વિશ્વવિક્રમ સર્જવાનો દાવો, હ્યુમન ચેઇનમાં ઊભા રહ્યા 2 કરોડ લોકો

divyabhaskar.com | Jan 21, 2017, 17:34 PM IST

  • પટણાના હડતાલી વળાંક પર માનવશ્રુંખલામાં ઊભા છે લોકો.
પટણા: બિહારમાં શનિવારે સૌથી લાંબી માનવશૃંખલા બનવાનો વિશ્વવિક્રમ બની શકે છે. લોકોએ દારૂબંધીની તરફેણમાં આ શૃંખલા બનાવી. આ માટે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓની સાથે સેંકડો અન્ય લોકો પણ સામેલ થયા છે. મુખ્યમંત્રી નીતિશકુમાર અને લાલુપ્રસાદે પણ ગાંધી મેદાનમાં પહોંચીને શૃંખલા બનાવી.
 
સરકારનો દાવો – બનશે વિશ્વવિક્રમ
 
- સરકારનો દાવો છે કે કુલ 11 હજાર 292 કિમી લાંબી આ શૃંખલામાં 2 કરોડથી વધુ લોકો સામેલ થયા હતા. આ એક વિશ્વવિક્રમ બની શકે છે.
- 5 સેટેલાઇટ, 38 ડ્રોન અને 6 હેલિકોપ્ટર દ્વારા આ માનવશૃંખલાની તસવીર લેવામાં આવી.
- માનવશૃંખલાના રેકોર્ડને જોવા માટે લિમ્કા બુક ઑફ રેકોર્ડની ટીમ પહોંચી.
 
મુખ્યમંત્રીએ પણ હાજરી આપી
 
- માનવશૃંખલામાં સામેલ થવા માટે રાજ્યના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ પટણાના ગાંધી મેદાનમાં પહોંચ્યા.
- તેમણે કહ્યું, “દારૂ પીવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. દારૂની વિરુદ્ધ આજે એકરૂપ થઇને ઊભા રહેવા માટે અમે લોકો અહીંયા આવ્યા છે. આનાથી આખા દેશને એક સંદેશો મળશે.”
- બીજેપીએ માનવશૃંખલાનું સમર્થન કર્યું.
- બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે આ નીતિશકુમારે ફેલાવેલું કરોળિયાનું જાળું છે. રસ્તાઓ પર ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. હું આ જાળામાં ફસાવાનો નથી.
 
એકબીજા સાથે જોડાઇ રાજ્યની ચારેય દિશાઓ
 
- માનવશૃંખલાનો મુખ્ય ભાગ પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી 3007 કિમી લાંબો હતો. જેમાં લગભગ 56 લાખ લોકો સામેલ થયા.
- ઉત્તર બિહારમાં માનવશૃંખલાનો પ્રસ્તાવિત માર્ગ 1821 કિમી, જ્યારે દક્ષિણ બિહારમાં 1186 કિમી લાંબો હતો.
- ઉત્તર બિહારની શૃંખલા દક્ષિણ બિહારમાં મહાત્મા ગાંધી સેતુ, રાજેન્દ્ર સેતુ અને વિક્રમશિલા સેતુ પર મળી.
- આ સિવાય જિલ્લાઓના અંદરના માર્ગો પર 8285 કિમી લાંબી શૃંખલા બની, જેમાં 1.5 કરોડ લોકો સામેલ થયા.
 
ગાંધી મેદાનથી શરૂ થઇ ચાર શૃંખલાઓ
 
- ગાંધી મેદાનમાં 8.5 એકરના વિસ્તારમાં બિહારના નકશા પર માનવશૃંખલા બનાવવામાં આવી. નકશાને કિનારે આશરે 5463 લોકો હાથમાં હાથ પકડીને ઊભા હતા.
- નકશાની અંદર બિહારનું નામ અને દારૂની બોટલ પર ક્રોસ કરેલો ફોટો દર્શાવવામાં આવ્યો હતો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: There can be world record in bihar today with longest human chain
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended