Home »National News »Latest News »National» World Media Praises India For Its Successful Launch Of 104 Satellites

ભારત 104 સેટેલાઇટ્સ લોન્ચ કરીને સ્પેસમાં મહત્વનું ખેલાડી: વર્લ્ડ મીડિયા

divyabhaskar.com | Feb 16, 2017, 10:00 AM IST

  • બુધવારના મિશનના પૂરા થતાં જ ઇસરોએ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળતા હાંસલ કરી. – ફાઇલ
નવી દિલ્હી: ઇસરોએ એકસાથે 104 સેટેલાઇટ્સ સ્પેસમાં મોકલીને વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો. આ સફળતાની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. ઇન્ટરનેશનલ મીડિયાનું કહેવું છે કે ભારત સ્પેસ આધારિત સર્વેલન્સ અન કોમ્યુનિકેશનમાં ઝડપથી આગળ વધીને વૈશ્વિક માર્કેટમાં મહત્વના ખેલાડી તરીકે ઉભર્યું છે. બુધવારે ભારતે એક જ રોકેટથી 104 સેટેલાઇટ્સ લોન્ચ કરીને રશિયાનો રેકોર્ડ તોડ્યો હતો.રશિયાએ અત્યાર સુધીમાં એકવારમાં 37 સેટેલાઇટ્સ લોન્ચ કર્યા હતા.         
 
વર્લ્ડ મીડિયામાં કોણે શું લખ્યું
 
#ધ ન્યૂયોર્ક ટાઇમ્સ
 
- એક દિવસમાં સેટેલાઇટ્સની લોન્ચિંગના પાછલા રેકોર્ડથી ત્રણગણા વધારે, 104 સેટેલાઇટ્સની લોન્ચિંગ, પછી તેમને ઓર્બિટમાં યોગ્ય રીતે મોકલવામાં આવ્યા છે. આ લોન્ચિંગથી ભારત સ્પેસ આધારિત સર્વેલન્સ અને કોમ્યુનિકેશનના ઝડપથી વધી રહેલા વૈશ્વિક માર્કેટમાં મહત્વના ખેલાડીના રૂપમાં રજૂ થયું છે.
- અખબારે આગળ લખ્યું છે, લોન્ચિંગમાં જોખમ ઘણું હતું, કારણકે 17,000 માઇલ (આશરે 27,358 kmph) ની ઝડપથી જતા રોકેટ એક નાનકડી ભૂલથી એકબીજા સાથે અથડાઇ શકતા હતા.
 
#ધ વોશિંગ્ટન પોસ્ટ
 
“આ લોન્ચિંગ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) માટે બહુ મોટી સફળતા છે. ઓછી ખર્ચે સફળ મિશન માટે ઇસરોની શાખ ઇન્ટરનેશનલ સ્તરે ઝડપથી વધી રહી છે.”
 
#ગાર્જિયન, બ્રિટન
 
- “નવી, રેકોર્ડ બ્રેક કરનારી આ લોન્ચિંગ ઝડપથી વધી રહેલા પ્રાઇવેટ સ્પેસ માર્કેટમાં એક ગંભીર ખેલાડીના રૂપમાં ભારતને મજબૂતી આપશે.”
- “ભારત 1980 પોતાનું રોકેટ લોન્ચ કરીને આમ કરનારો છઠ્ઠો દેશ બન્યો હતો. તેણે પોતાના સ્પેસ રિસર્ચને ઘણા પહેલેથી તેની પ્રાથમિકતા બનાવી લીધી હતી.”
- “ભારત સરકારે આ વર્ષે તેના સ્પેસ પ્રોગ્રામ માટે બજેટ વધારી દીધું છે. સાથે જ વીનસ (મંગળ) સુધી મિશન મોકલવાની જાહેરાત પણ કરી દીધી છે.”
 
#ટાઇમ્સ, લંડન
 
- “ભારત આ સફળતાથી સ્પેસના ક્ષેત્રમાં નામ કરનારા એલીટ દેશોમાં સામેલ થઇ ગયો છે.”
- “ભારતના કેટલાય મહત્વના મિશનનો ખર્ચ રશિયા, યુરોપ અને અમેરિકાના સમકક્ષો કરતા ઘણો ઓછો છે.”
- “ઇસરોના મંગળ મિશનનો ખર્ચ ફક્ત 7.3 કરોડ ડોલર હતો, જ્યારે નાસાના માવેન માર્સ લોન્ચમાં 67.1 કરોડ ડોલરનો ખર્ચ થયો હતો.”
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: World media praises India for its successful launch of 104 satellites
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext