Home »National News »Photo Feature» Doctors Set Target To 100 Kg Weight Loss Of World Heaviest Women

12 દિવસમાં ઘટ્યું 50 કિલો,જુઓ વિશ્વની સૌથી વજનદાર મહિલાની નવી તસવીર

divyabhaskar.com | Feb 27, 2017, 00:12 AM IST

  • ઈમાનની અગાઉની અને હાલની તસવીર.
મુંબઈઃભારતમાં ટ્રીટમેન્ટ માટે આવેલી વિશ્વની સૌથી વજનદાર મહિલા ઈમાન અહેમદનું વજન માત્ર 12 દિવસમાં  50 કિલો ઘટ્યું છે. ડોક્ટર્સ અનુસાર હવે ઈમાન અહેમદ પોતાના શરીરને હલાવી શકે છે. ઈમાન હાલ મુંબઈની સૈફી હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે. તેને અહીં દાખલ કરવામાં આવી ત્યારે ઈમાનનું વજન 500 કિલો હતું.
 
આમ ચાલી રહી છે ઈમાનની સારવાર..

- ઈમાનની સારવાર કરી રહેલા ડૉ. સંઘવી અનુસાર પ્રારંભમાં 30-45 મિનિટના ફિઝિયોથેરેપી સેશન કર્યા.
- જોકે હવે આ સમય વધારી ફિઝિયોથેરેપી સેશનની ટાઈમ લિમિટ 90 મિનિટ કરવામાં આવી છે.
- ડૉક્ટર્સના જણાવ્યાં અનુસાર, ઈમાનના શરીરને એક લિમિટથી વધુ હલાવી નથી શકતા કારણ કે તે વર્ષોથી જ આટલુ હલી નથી.
- ડૉક્ટર્સ હાલ ઈમાનના વજનને 100 કિલો જેટલું ઘટાડવાનો ટાર્ગેટ રાખીને સારવાર આપી રહ્યાં છે.
- જેને કારણે ઈમાનને ઓપરેશન થિએટરમાં લઈ જઈ શકાશે, હાલ તેની સાઈઝ વધુ હોવાથી આમ થઈ શકતું નથી.
- ડૉક્ટરોનો એવો પ્રયાસ રહેશે કે વર્ષ 2017માં જ ઈમાનનું વજન 200 કિલો સુધી પહોંચી જાય.
 
આ છે ડાયેટ પ્લાન

- ઈમાનને દરરોજ 1200 કેલેરી ડાયેટ આપવામાં આવે છે. હવે તે 7.30 વાગે જાગે છે. 
- ઈમાનને દર બે કલાકે ખાવાનું આપવામાં આવે છે. 
- અગાઉ ઈમાન 3 કલાક જ સુતી હતી, જોકે હવે તે રોજ 8 કલાકની ઊંઘ માણે છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Doctors Set Target To 100 Kg weight Loss Of World Heaviest Women
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended