Home »National News »Latest News »National» Women Molestated By X Ray Room Operator

એક્સ-રે રૂમમાં ટેસ્ટના બહાને ઉતરાવ્યાં મહિલાના કપડાં, કરી ગંદી હરકત

divyabhaskar.com | Jan 21, 2017, 22:30 PM IST

  • એક્સ-રે ઓપરેટરે આ મહિલાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું.
ગ્વાલિયર. ગામડાની એક મહિલા સરકારી હોસ્પિટલમાં X-ray પડાવવા ગઈ. ઓપરેટર તેના ગામનો જ હતો ,પરિણામે તેણી એકલી જ X-ray રૂમમાં જતી રહી. ઓપરેટર મહિલાને મશીન નીચે સુવરાવી અને X-rayના નામ પર કપડાં ઉતરાવીને છેડતી કરવા લાગ્યો. યુવતીએ વિરોધ કર્યો તો ઓપરેટરે રેપની કોશિશ કરી. યુવતી ગમે તેમ કરી પોતાની જાત બચાવીને ત્યાંથી ભાગી નીકળી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાયાની સૂચના મળતાં જ ઓપરેટર ફરાર થઈ ગયો.
 
શું છે મામલો
 
- શિવપુર જિલ્લા હોસ્પિટલમાં ઠાકુરપુરાનો પૂરન જાદવ X-ray ઓપરેટર છે. તેનાજ ગામની નવપરણિતાને ડોક્ટરે X-ray કરાવવાનું કહ્યું હતું.
- મહિલાએ જણાવ્યું કે જેવી તે હોસ્પિટલના X-ray રૂમમાં ગઈ તો ત્યાં ઓપરેટર પૂરન એકલો જ હતો.
- પૂરન નવપરણિતાના ગામનો જ હતો તેથી તે એકલી X-ray રૂમમાં ગઈ. તેની સાથે આવેલી સાસુને ઓપરેટર બહાર જ બેસાડીને X-ray રૂમ અંદરથી બંધ કરી દીધો.
- ઓપરેટરે X-rayના નામ પર તેના કપડાં ઉતારીને છેડતી શરૂ કરી દીધી.
 
રેપની કોશિશ કરી ઓપરેટરે
 
- મહિલાને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેણે વિરોધ કર્યો. જે બાદ ઓપરેટરે રેપની કોશિશ કરી.
- મહિલા ગમે તેમ કરીને બહાર નીકળી ગઈ અને પોતાની સાસુ સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચી.
-  પોલીસે મહિલાની ફરિયાદ પર X-ray ઓપરેટર પૂરન સામે કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી છે.
- પોલીસ ફરિયાદ થઈ હોવાની માહિતી મળતાં જ પૂરન ફરાર થઈ ગયો.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ફોટા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Women molestated by x ray room operator
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended