Home »National News »Latest News »National» Woman Throws Son Down The Stairs After Fight With In Laws Caught In Cctv

દિલ્હીઃ સાસરિયા સાથેના ઝઘડામાં 2 વર્ષના પુત્રને સીડી પરથી ફેંક્યો

divyabhaskar.com | Jan 27, 2017, 16:17 PM IST

  • CCTVમાં મહિલા તેના બાળકને સીડી પરથી નીચે ફેંકતી જોવા મળી રહી છે.
નવી દિલ્હી. દિલ્હીમાં બે વર્ષના એક બાળકને તેની માતાએ સીડી પરથી ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મામલો પ્રહલાદપુર વિસ્તારનો છે. આરોપી મહિલા સોનુ ગુપ્તા સામે તેના પતિની ફરિયાદ બાદ પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો મામલો નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
 
પત્ની પર નજર રાખવા ઘરમાં લગાવ્યા હતા CCTV
 
- સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહ્યા મુજબ સોનુ ગુપ્તાની પોતાના સાસરિયા સાથે કોઈ વાત પર દલીલ થઈ રહી છે. આ દરમિયાન તે પલંગ પર ઉંઘી રહેલા તેના દીકરાને ઉઠાવે છે.
- 26 વર્ષીય સોનુ પુત્રને લઈ સીડીઓ તરફ આવે છે અને તેને નીચે ફેંકી દે છે.
- સોનુ ગુપ્તાના પતિ નિતિન ગુપ્તાએ જણાવ્યું કે તેમણે સોનુના હિંસક વ્યવહારનો પુરાવો મેળવવા ઘરમાં બે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા.
 
પ્રોપર્ટી મુદ્દે થયો ઝઘડો
 
- સોનુ ગુપ્તાની સાસુનો આરોપ છે કે અમે લોકો વાત કરી રહ્યા ત્યારે અચાનક પ્રોપર્ટી મુદ્દે સોનુએ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું.
- તેણે બાળકને ઉઠાવીને કહ્યું કે હું બાળકને મારી નાંખીશ અને આરોપ તમારા બધા પર લગાવી દઈશ. જે બાદ તેણે બાળકને સેકન્ડ ફ્લોર પરથી ફર્સ્ટ ફ્લોક પર ફેંકી દીધું.
- પરિવારજનો દોડીને નીચે ગયા અને બાળકને ઉપાડી હોસ્પિટલમાં લઈ ગયા.
- પોલીસ મુજબ બાળકના માથા અને ચહેરા પર ઈજા થઈ છે.
- નિતિન કોસ્મેટિક શોપ ચલાવે છે. નિતિન અને સોનુના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા.
- પોલીસનું કહેવું છે કે તે પરિવારજનોના આરોપોની તપાસ કરી રહી છે.
 
નીતિન સોનુના હતા લવ મેરેજ
 
-નીતિનની માતા મમલેશ ગુપ્તા મુજબ તેમના એક માત્ર દીકરા સોનુના લવ મેરેજ થયા હતા. પરંતુ થોડા દિવસોમાં જ બંને વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો હતો.
- મમલેશનો દાવો છે કે સોનુ હંમેશા પ્રોપર્ટી તેના નામે કરાવવાની વાત કહેતી હતી. તેણે કહ્યું કે મેં અને મારા પતિએ સોનુને અનેકવાર સમજાવી કે નિતિન અમારો એકમાત્ર દીકરો છે. અમારા મોત પછી બધું તારું જ છે પરંતુ તેમ છતાં તેના પર કોઈ અસર ન થઈ.
 - સોનુએ તેની સાથે પણ મારામારી કરી હોવાનો મમલેશે આરોપ લગાવ્યો હતો.
- મમલેશનું કહેવું છે કે પાંચ મહિના પહેલા સોનુએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પરસ્પર સહમતિથી વાત ન વણસી. જે બાદ મુશ્કેલ સમયમાં અમારી પાસે પુરાવા હોય તે માટે અમે સીસીટીવી કેમેરા લગાવવાની વાત વિચારી.
 
ઘટનાના સમયને લઈ શંકા
 
- પરિવારજનોએ જણાવ્યું કે આ ઘટના 21 જાન્યુઆરીની છે. પરંતુ સીસીટીવી ફુટેજમાં ઘટનાનો સમય 11 જાન્યુઆરી સાંજે આશરે 4 કલાકનો જોવા મળી રહ્યો છે.
- ડીસીપી રાહુલ બાનિયા મુજબ, મહિલાના પતિએ 24 જાન્યુઆરીએ ફોન પર ઘટના અંગે જણાવ્યું હતું.
- આ મુદ્દે એફઆઈઆર નોંધીને મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
- પોલીસના કહેવા મુજબ હજુ સુધી ઘટનાને અંજામ આપવાનો હેતુ સ્પષ્ટ થઈ શક્યો નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Woman throws son down the stairs after fight with in laws caught in cctv
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended