Home »National News »Desh» Sandhya Never Drived Car Or Any Other Vehicle Before Driving Goods Train

જે મહિલાએ ક્યારેય કાર નથી ચલાવી, તેણે દોડાવી 60 ડબ્બાવાળી ટ્રેન

divyabhaskar.com | May 17, 2017, 17:05 PM IST

  • સંધ્યાને કાર ચલાવતા નથી આવડતી અને તેણે 700 મીટર લાંબી તથા 60 ડબ્બાવાળી ટ્રેન ચલાવી હતી.
ઈન્દોરઃરતલામ રેલવે મંડળની પ્રથમ મુખ્ય રેલવે ડ્રાઈવર બન્યા બાદ સંધ્યા યાદવે પ્રથમવાર ઉજ્જૈનથી ભોપાલ સુધી માલગાડી ચલાવી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે, સંધ્યાને કાર ચલાવતા નથી આવડતી અને તેણે 700 મીટર લાંબી તથા 60 ડબ્બાવાળી ટ્રેન ચલાવી હતી. 
 
 
સંધ્યાનો આગામી ટાર્ગેટ પેસેન્જર ટ્રેન ચલાવવાનો

- ઝાંસીની રહેનારી સંધ્યાએ લખનઉથી ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમાં કર્યું છે. 10 વર્ષ પહેલા તેના લગ્ન ઉજ્જૈનના હિતેન્દ્ર યાદવ સાથે થયા હતા. હિતેન્દ્ર એસએફ જવાન છે.
- સંધ્યાના બે બાળકો છે, જેમાંથી એક પાર્થ સેન્ટ્રલ સ્કૂલના બીજા ધોરણમાં અને રામ પ્લે સ્કૂલમાં ભણે છે.
- સંધ્યા પૂજા કર્યા બાદ ટ્રેનમાં ચઢી હતી. 2010માં સહાયક લોકો પાયલટ તરીકે સંઘ્યાની ભર્તી કરવામાં આવી. તે પછી તેનું પ્રમોશન લોકો પાયલટ સેટિંગ થયું,
- હવે સંઘ્યા મુખ્ય રેલ ડ્રાઈવર પદે છે, સારા કામને બદલે તેને પેસેન્જર ટ્રેન ચલાવવાની જવાબદારી સોંપવામાં આવશે.
- રતલામ મંડલમાં 9 મહિલા લોકો પાયલોટ છે, રતલામમાં 3 અને ઉજ્જૈનમાં 5 સહાયક લોકો પાયલોટ છે.
- સંધ્યાની સાથે સહાયક મહિલા ડ્રાઈવર મંજેશ પાલ તથા ટેકનિકલ સહાયતા માટે નિરીક્ષક પ્રબુદ્ધ કુમાર પણ હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sandhya Never Drived Car Or Any Other Vehicle Before Driving Goods Train
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended