Home »National News »Desh» Police Reached Before Woman Though Body Somewhere, Accused Absconded

પત્નીએ સૂટકેસમાં પેક કરી BMWમાં રાખી હતી પતિની લાશ, જાણો સંપૂર્ણ મામલો

vineet rana | Mar 20, 2017, 00:10 AM IST

  • મહિલા લાશ ઠેકાણે લગાવે તે પહેલા જ પોલીસ ઘટનાસ્થળ સુધી પહોંચી ગઈ હતી.
મોહાલીઃ અહીં ફેઝ-3બીમાં એક મહિલાએ પોતાના પતિની ગોળી મારી હત્યા કરી હતી. તે પછી તેણે પતિની લાશને સૂટકેસમાં પેક કરી પોતાની BMW કારની ડિક્કીમાં રાખી હતી. તે લાશ ઠેકાણે લગાવે તે પહેલા જ પોલીસ ઘટનાસ્થળ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
 
વજન ન ઉઠાવી શક્તા મહિલાએ રીક્ષા ડ્રાઈવરની મદદ લીધી 

- મૃતકનું નામ ઈકમદીત સિંહ હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેની પત્નીનું નામ સીરત કૌર છે.
- સીરતે પતિને ગોળી મારી લાશ ઠેકાણે પાડવા બેગમાં મુકી તેને પાર્કિંગમાં રાખેલી કાર પાસે પહોંચી હતી.
- મહિલા ભારે વજનદાર સૂટકેસને ડિક્કીમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી, જોકે તેમ કરી શક્તી નહોતી.
- આ સમયે તેણે એક રીક્ષા ચાલકને બોલાવ્યો અને સૂટકેસમાં વજન વધારે હોવાથી તેને કારમાં મુકી દેવા અપીલ કરી હતી.
- રીક્ષા ડ્રાઈવરે સૂટકેસ ગાડીમાં મુકી આપી, જોકે તે પરત ફરી રીક્ષા ચલાવતો હતો ત્યારે હાથમાં લોહી લાગેલું જોઈ તે ચોંકી ગયો હતો.
- રીક્ષા ડ્રાઈવરે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને લાશનો કબજો કરી તપાસ હાથ ધરી હતી.
- હાલ પોલીસ આરોપી મહિલાની શોધ કરી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police reached Before Woman Though Body Somewhere, Accused Absconded
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended