Home »National News »Latest News »National» Mumbai Based Woman Files Petition In SC Over Husband's Pornography Addiction

પતિને પોર્ન જોવાની આદત, આવી વેબસાઈટ બ્લોક કરોઃ મહિલાની SCમાં અરજી

Agency | Feb 16, 2017, 11:47 AM IST

  • પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ'પોર્નોગ્રાફિક વેબસાઈટને કારણે લોકોનું લગ્નજીવન બરબાદ થઈ રહ્યું છે, તેના પર બેન મૂકવામાં આવે,' તેવી માંગણી સાથે એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુંબઈની મહિલાએ પોતાની અરજીમાં લખ્યું છે કે તેના પતિને ઓનલાઈન પોર્નોગ્રાફિક જોવાની આદત પડી ગઈ છે. જેનાથી તેનું લગ્નજીવન દુઃખમય બની ગયું છે. મહિલાએ કોર્ટને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકારને આદશ કરીને આવી વેબાસાઈટને તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવે.

પતિ ભણેલાગણેલા હોવા છતાં ચડ્યા પોર્ન જોવાના રવાડે
 
મહિલાએ અરજીમાં લખ્યું છે કે, 'મારા પતિ ભણેલાગણેલા હોવા છતાંય ઓનલાઈન પોર્નોગ્રાફિક વેબસાઈટની લતે ચડી ગયા છે. તેમની ઉંમર પણ વધારે છે. એ જોતા યુવાઓ પર આવી સાઈટની ખૂબ ખરાબ અસર પડી શકે છે. મારા પતિની આવી આદતોને કારણે અમારું લગ્નજીવન બરબાદ થઈ ગયું છે. તે મોટા ભાગનો સમય પોર્નગ્રાફિક જોવામાં જ વિતાવે છે. આવી આદતને કારણે તેમનું દિમાગ પણ વિકૃત થઇ ગયું છે.'
 
મહિલાએ લખ્યું છે કે, '30 વર્ષ સુધી અમારા લગ્નજીવનમાં બધું બરાબર ચાલ્યું હતું. અમારે બે સંતાનો છે. પરંતુ 2015થી મારા પતિને સહેલાઈથી ઇન્ટરનેટ પર મળી જતી પોર્નોગ્રાફિક સામગ્રી જોવાની આદત પડી ગઈ હતી. ત્યારથી અમારા લગ્ન જીવનમાં સમષ્યાઓ શરૂ થઈ હતી. હું એક સામાજીક કાર્યકર છું. સામાજીક કામ દરમિયાન મારી સામે આવા અનેક કેસ સામે આવ્યા છે, જેમાં પોર્નોગ્રાફિકને કારણે લગ્નજીવન બરબાદ થયું હોય.
 
નોંધનીય છે કે સુપ્રીમે આ પહેલા કેન્દ્ર સરકારને ચાઈલ્ડ પોર્નોગ્રાફિક વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ કરતા જણાવ્યું હતું કે, ભારતીય કાયદા પ્રમાણે આ વસ્તુઓને મંજૂરી આપી શકાય નહીં, આથી ચાઈન્ડ પોર્નોગ્રાફિક વેબસાઇટને તમારે બ્લોક કરવી જ પડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai based Woman files petition in SC over husband's pornography addiction
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended