Home »National News »Photo Feature» Eman Abdulati Strict Diet Regime Starts Form Today

ઈજિપ્તની 500 કિલોની ઈમાનનો ડાયટ પ્લાન શરૂ, દરરોજ ઘટશે 2 કિલો વજન

divyabhaskar.com | Feb 14, 2017, 10:04 AM IST

મુંબઈ :ઈજિપ્તથી આવેલી ઈમાન અહેમદની 'ઔપચારિક' સારવાર આજથી શરૂ થશે. આજથી ઈમાનના ડાયેટમાં ફેરફાર કરવામાં આવશે, જેની મદદથી 25 દિવસમાં 50 કિલો વજન ઉતારવાની ગણતરી છે. જેના આધારે તેનું વજન ઉતારવાના અન્ય ઉપાયો હાથ ધરવામાં આવશે. 

બદલાશે ડાયટ પ્લાન 

- ઈમાન ઈજિપ્તમાં હતી ત્યારે ચિકન, મટન અને બ્રેડ તેના નિયમિત ખોરાક હતાં. 
- સોમવારથી ઈમાનને લિક્વિડ પ્રોટિન પર રાખવામાં આવશે. ઈમાનને પ્રોટિન, ફાઈબર યુક્ત ડેરી પ્રોડક્ટ્સ આપવામાં આવશે. 
- આ ભોજન એકસાથે આપવાના બદલે દિવસમાં છ સાત વખત બે-ત્રણ કલાકના અંતરે આ ભોજન આપવામાં આવશે. 
- આ રીતે ઈમાનમાં ઊભી થયેલી પ્રોટિનની ખામીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત કેલ્શિયમ તથા ડાયજેશન માટે પણ દવાઓ આપવામાં આવશે. 
- ઈમાન એલેક્ઝાન્ડ્રિયાથી આવી તેના શરૂઆતના બે દિવસ તેને ચિકન, મટન અને બ્રેડ જેવો નિયમિત ખોરાક આપવામાં આવ્યો. જેથી કરીને અચાનક જ ઈમાનના શરીર પર તણાવ ન આવે.  
 
દૈનિક બે કિલો વજન ઉતારવાનો પ્રયાસ

- તબીબોને આશા છે કે, નવા ડાયેટ પ્લાનથી ઈમાનનું વજન 25 દિવસમાં 50 કિલોગ્રામ જેટલું ઉતરશે. જો આમ થશે તો જ તેની ઉપર મેદસ્વિતા ઘટાડવા માટેની સર્જરી થઈ શકશે.
- ઉપરાંત ઈમાનને ફિઝિયોથેરેપી પણ આપવામાં આવશે, જેના કારણે તેના શરીરમાં રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) વધશે. 
- મસાજને કારણે ઈમાનના સાંધાઓમાં હલનચલન થઈ શકશે અને ફેટ બર્ન (ચરબી ઓગળવી) થશે.  

સર્જરી માટે વજન ઘટાડો અનિવાર્ય 
 
- ઓબેસિટી સર્જન ડૉ. મુજ્જફલ લાકડાવાલના પ્રયાસો થકી જ ઈમાનનું ભારતમાં આગમન શક્ય બન્યું છે. 
- ડૉ. લાકડાવાલાના કહેવા પ્રમાણે, ઓબેસિટી સર્જરી માટે આ દિવસોમાં ઈમાનનું વજન ઘટે તે અત્યંત જરૂરી છે. 
- નિષ્ણાતોના કહેવા પ્રમાણે, મેદસ્વિતાથી કિડની, લિવર તથા હાર્ટ જેવા અંગો પર સીધી અસર થતી હોય છે. 
- આથી જ્યારે ઈમાનનું વજન ઘટે, ત્યારે આ અંગોની ઉપર પણ ચાંપતી નજર રાખવી જોઈએ. 
- કાર્ડિલોજીસ્ટ, ફિઝિશિયન, ડાયેટિશિયન, ન્યૂરોલોજિસ્ટ, કિડનીના નિષ્ણાત, હોર્મોન એક્સપર્ટ અને એનેસ્થેસિયાના નિષ્ણાત તબીબોની એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે અલગ-અલગ 91 પ્રકારના ટેસ્ટ્સ કરશે.
 
કેવી રીતે સામાન્ય બાળકી બની આટલી મેદસ્વી. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.  
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eman Abdulati strict diet regime starts form today
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended