Home »National News »Latest News »National» Win Double Hattrick About The Player Power

ઉ.પ્રદેશ : જીતની ‘ડબલ હેટ્રિક’ની તૈયારીમાં સત્તાના આ ખેલાડી

Bhaskar News, Lakhnow | Feb 07, 2017, 05:12 AM IST

  • ઉ.પ્રદેશ : જીતની ‘ડબલ હેટ્રિક’ની તૈયારીમાં સત્તાના આ ખેલાડી,  national news in gujarati
લખનઉ: ઉ.પ્ર. ચૂંટણમાં એવા અનેક દિગ્ગજ નેતા છે, જેમણે એટલા વિજય મેળવ્યા છે કે વિધાનસભાની બેઠકો હવે તેમના નામથી ઓળખાવા લાગી છે. તેમાંથી અનેક રાજકીય ધૂરંધરોને આજે અમે તમારી સામે રજૂ કરી રહ્યા છીએ, જે સતત છઠ્ઠો વિજય પ્રાપ્ત કરીને ડબલ હેટ્રીક બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં છે. તેમાંથી કેટલાક તો સાત વખત જીત્યા બાદ 8મી વખત મેદાનમાં ઉતર્યા છે...

કાનપુરનું મહારાજપુર હોય કે કેન્ટ, જીત માત્ર સતીશ મહાનાની
કાનપુરની મહારાજપુર સીટથી ભાજપના ધારાસભ્ય અને સતીશ મહાના 7 વખત જીત્યા છે. 1997થી 2003 સુધી ભાજપ સરકારમાં મંત્રી રહ્યા છે. 1991, 1993, 1996, 2002 અને 2007માં કેન્ટથી ધારાસભ્ય રહ્યા છે. 2012માં સિમાંકનને કારણે મહારાજપુરથી ધારાસભ્ય બન્યા. આ વખતે તેઓ અહીંથી જ મેદાનમાં છે.
 
લોકસભામાં મોદી વિરુદ્ધ ઉતરેલા અજય રાય ફરી મેદાનમાં
2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર રહેલા અજય રાય પિંડરાથી આ વખતે કોંગ્રેસ ઉમેદવાર છે. તેઓ 4 વખત જીત્યા છે. 1996માં વારાણસીની કોલસલા સીટ પર ભાકપાના દિગ્ગજ કોમરેડ ઉદલને હરાવીને ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો. તેમણે 2002 અને 2007માં પણ તેમણે વિજય મેળવ્યો હતો. 
 
બરેલી કેન્ટમાંથી કમલ નિશાન માટે છઠ્ઠી વખત વોટ માગશે રાજેશ 
બરેલી કેન્ટમાંથી ભાજપના ધારાસભ્ય રાજેશ અગ્રવાલ સતત છઠ્ઠી વખત મેદાનમાં છે. પ્રથમ ચાર ચૂંટણી બરેલી બેઠક પરથી જીતી. છેલ્લી ચૂંટણીમાં ભાજપે તેમને બરેલી કેન્ટ પરથી ઉતાર્યા, ત્યાં જીત્યા. 2002માં બસપા-ભાજપની સંયુક્ત સરકારમાં મંત્રી હતા. જુલાઈ 2004થી મે 2007 સુધી વિધાનસભા ઉપાધ્યક્ષ પણ રહ્યા છે. 

કપ્તાનગંજના રામ ચૌધરી સપા, ભાજપ, ફરી બસપામાં
બસ્તીની કપ્તાનગંજ બેઠક પર છેલ્લી 5 ચૂંટણીથી ધારાસભ્ય રહેલા રામ પ્રસાદ ચૌધરી 1993માં સપામાંથી ચૂંટાયા છે. 1997માં માયાવતી સરકારમાં મંત્રી હતા. બસપા ધારાસભ્યો તોડી 1997માં કલ્યાણ સિંહે સરકાર બનાવી તો ચૌધરી તેમની પક્ષે જોડાયા. છઠ્ઠી વખત બસપા માટે લડી રહ્યા છે. 

સપામાંથી જીત્યા, 11 દિવસ બાદ રાજીનામું આપી BSPમાં 
રામપુરના કાઝિમ અલી ખાન 1996માં અહીંની બિલાસપુર અને 2002માં સ્વાર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતા. 2007માં તેઓ સપાના ધારાસભ્ય તરીકે જીત્યા, પરંતુ માયાવતીની સરકાર બનતાં જ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી બસપામાં જોડાઈ ગયા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Win double hattrick about the player power
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended