Home »National News »Latest News »National» Will Shashikala Go To Jail Major Happening On Tuesday

શશિકલા જેલમાં જશે ? બુધવારે આ સમાચારો પર રહેશે નજર

divyabhaskar.com | Feb 15, 2017, 09:12 AM IST

  • શશિકલા જેલમાં જશે ? બુધવારે આ સમાચારો પર રહેશે નજર,  national news in gujarati
નેશનલ ડેસ્ક: તામિલનાડુના રાજકારણનું કોકડું મંગળવારે પણ ગૂંચવાયેલું રહ્યું. રાજ્યપાલ વિદ્યાસાગર રાવ શશિકલા કેમ્પના પલાનીસ્વામીને સરકારનું ગઠન કરવા આમંત્રણ આપે છે કે, કાર્યવાહક પન્નીરસેલ્વમને તે જોવું રહેશે. સુપ્રીમ કોર્ટે  શશિકલાને સ્થાનિક કોર્ટ સમક્ષ સરન્ડર કરવા નિર્દેશ આપ્યા છે. ત્યારે બુધવારે આ સમાચારો પર નજર રહેશે. 
 
પલાનીસ્વામી કે પન્નીરસેલ્વમ 

ચેન્નાઈ:બુધવારે શશિકલા કેમ્પના ધારાસભ્યોએ પલાનીસ્વામીને તેમના નેતા ચૂંટ્યા હતા. કાર્યવાહક મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમ ઉપરાંત અનેક વરિષ્ઠ ધારાસભ્યો અને સાંસદોને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારે તામિલનાડુના ઈન-ચાર્જ રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પર નજર મંડાયેલી છે.  
 
ઈસરો બનાવશે રેકોર્ડ 

શ્રીહરિકોટા:આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરો દ્વારા 104 સેટેલાઈટ્સને અવકાશમાં તરતા મૂકવાનો રેકોર્ડ બનાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે. ઈસરોએ અત્યાર સુધીમાં કુલ 197 સેટેલાઈટ્સને અવકાશમાં તરતા મૂક્યા છે. હાલમાં આ રેકોર્ડ રશિયાના નામે છે. જેણે એક જ ફ્લાઈટમાં 37 સેટેલાઈટ્સને એકસાથે તરતા મૂક્યા હતા. 

શશિકલા સરન્ડર કરશે?

ચેન્નાઈ/બેંગલુરૂ: મંગળવારે સુપ્રીમ કોર્ટે 21 વર્ષ જૂના આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં AIADMKના મહાસચિવ શશિકલાને દોષિત ઠેરવ્યા. ટ્રાયલ કોર્ટ દ્વારા શશિકલાને ફટકારવામાં આવેલી ચાર વર્ષની જેલની સજા યથાવત્ રાખી. હવે, શશિકલા પર મીટ મંડાયેલી છે. શું તેઓ બુધવારે સરન્ડર કરશે ? શું કોપી નહીં મળવાનું કારણ આગળ ધરીને અમૂક દિવસો મેળવવાનો પ્રયાસ કરશે ? કે બીમારીનું કારણ આગળ ધરીને અમૂક અઠવાડિયાઓ કે મહિનાઓ માટે બહાર રહેવા પ્રયાસ કરે છે. તેના પર મીટ મંડાયેલી છે. 

ઉત્તરાખંડમાં વિધાનસભાનું જ્યારે યુપીમાં બીજા તબક્કાનું મતદાન
 
દેહરાદૂન/લખનઉ: ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં 69 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. 70 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ઉમેદવારનું નિધન થવાના કારણે એક બેઠક પર મતદાન નથી યોજાઈ રહ્યું. ઉત્તર પ્રદેશમાં 67 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.  
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Will Shashikala go to jail major happening on Tuesday
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended