Home »National News »Latest News »National» Wife Of Pappu Yadav Rajneet Ranjan Puts LS Bill Seeks To End Big Fat Weddings

લગ્નનો ખર્ચ 5 લાખથી વધુ તો ગરીબ કન્યાનાં લગ્ન કરાવો: બિલ રજૂ

Agency, New Delhi | Feb 16, 2017, 08:56 AM IST

  • લગ્નનો ખર્ચ 5 લાખથી વધુ તો ગરીબ કન્યાનાં લગ્ન કરાવો: બિલ રજૂ,  national news in gujarati
નવી દિલ્હી:લગ્નમાં જો 5 લાખ રૂ.થી વધુ ખર્ચ કર્યો તો કોઇ ગરીબ કન્યાનાં લગ્નમાં મદદ કરવી પડશે. આ જોગવાઇવાળા પ્રાઇવેટ મેમ્બર બિલ અંગે લોકસભાના આગામી સત્રમાં ચર્ચા થઇ શકે છે. બિહારના બાહુબલી પપ્પુ યાદવનાં પત્ની અને કોંગ્રેસી સાંસદ રંજિતા રંજન આ બિલ લાવ્યાં છે. તેમાં લગ્નોમાં ખર્ચ, મહેમાનોની સંખ્યા અને પકવાનોની સંખ્યા નિર્ધારિત કરવાનો પ્રસ્તાવ છે. બિલમાં એમ પણ જણાવાયું છે કે પ્રસ્તાવિત કાયદો પસાર થયા બાદ તમામ લગ્નોની 60 દિવસમાં નોંધણી કરાવવી પડશે. સરકાર લગ્નમાં આમંત્રિત સંબંધીઓ-મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી શકે છે.
 
રંજિતાના જણાવ્યા મુજબ આ બિલમાં લગ્નોમાં દેખાડા ખાતર થતા બેફામ ખર્ચ પર લગામ કસવાનો પ્રસ્તાવ છે, કેમ કે લગ્ન બે વ્યક્તિનું પવિત્ર બંધન હોવાથી સાદગીને મહત્વ આપવું જોઇએ પણ દુર્ભાગ્યે આજકાલ લગ્નોમાં દેખાડો અને ફાલતુ ખર્ચ વધી ગયા છે, જેના કારણે ગરીબ પરિવારો પર લગ્ન પ્રસંગે વધુ ખર્ચ કરવાનું દબાણ ઊભું થાય છે. તેમ થતું રોકવું સમાજના હિત ખાતર જરૂરી છે. બિલમાં પ્રસ્તાવ છે કે જો કોઇ લગ્નમાં 5 લાખ રૂ.થી વધુ ખર્ચ કરવામાં આવે તો ખર્ચાયેલી રકમના 10% કોઇ ગરીબ કન્યાનાં લગ્ન માટે આપવા પડશે. આવી રકમના ઉપયોગ માટે સરકાર ફંડ બનાવે. ભોજનનો બગાડ ન થાય તે માટે લગ્ન-રિસેપ્શનમાં પીરસવામાં આવનારા વ્યંજનોની સંખ્યા પણ મર્યાદિત થઇ શકે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: wife of Pappu Yadav Rajneet Ranjan puts LS bill seeks to end big fat weddings
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext