Home »National News »Latest News »National» Wife Has Been Going To Meet Pakistani Husband For 6 Months In Jail

MP: 6 મહિનાથી પોલીસ મથકમાં બંધ પાકિસ્તાનીને મળવા જાય છે પત્ની

Yagndatt Parsai, Dewas | Feb 16, 2017, 08:57 AM IST

દેવાસ (મપ્ર):વર્ષ 2012. એમ.એ.ની ડિગ્રી મેળવેલી દેવાસની સફિયા અને પાકિસ્તાનનો અકબર દુરાની સોશિયલ મીડિયા પર એક બીજાને મળ્યાં હતાં. મિત્રતા કંઇ એવી હતી કે પ્રેમમાં બદલાઇ ગઇ. એક બીજા સાથે વાત કરવા ક્યારેક વીડિયો કોલ કરતાં તો ક્યારેક ફોન કોલ. આ પછી બંનેએ આખું જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું. અકબર ઇચ્છતો હતો કે લગ્ન પછી બંને યુએઇના શારઝાહમાં વસી જાય પરંતુ સફિયા સહમત નહોતી. તેને પોતાનો દેશ છોડવાની ના પડી અને અકબરને કહ્યું કે તે ઇન્ડિયા આવે.
 
પ્રેમ માટે અકબર તેની માતા મલકા ખાનન સાથે જાન્યુઆરી 2013માં એક મહિનાના વિઝા લઇને દેવાસ આવ્યો અને અહીંયા 23 જાન્યુઆરી એ સફિયા સાથે લગ્ન કર્યા. વિઝા પૂરા થયાના એક મહિના પછી પરત ફરવું પડ્યું. એપ્રિલમાં તે ત્રણ મહિનાના વિઝા લઇને આવ્યો. જૂનમાં ફરી પાકિસ્તાન જવાનું હતું. તે પહેલાં પત્ની સફિયાની તબિયત બગડી. તે બીમાર સફિયાને છોડીને પાકિસ્તાન જવા નહોતો માગતો.
 
છેલ્લે જુલાઈ 2013માં તેને બે વર્ષના મલ્ટીપલ વિઝા મળ્યા. પોતાના પરિવારનો એકમાત્ર દીકરો અકબર પ્રેમ માટે ભારત આ‌વીને અહીંયા વસ્યો. ઇકોનોમિક્સમાં એમ.એ. થયેલો અકબર સફિયાના ઘરે ટ્યુશન ચલાવતો હતો. સામાન્ય પ્રક્રિયા અંતર્ગત વિઝાની મર્યાદા વધારવા અરજી કરી  પરંતુ વિઝા ન મળ્યા. 8 ઓગસ્ટ 2015માં તેને વિઝા વગર રહેવાના ગુનામાં જેલની સજા થઇ. અંડર ટ્રાયલ કેસ ચાલ્યો અને એક વર્ષની જેલની સજા પછી સુરક્ષિત પાકિસ્તાન મોકલવાનો આદેશ કર્યો.
 
અકબરનું ઘર સ્ટેશન બન્યું

6 ઓગસ્ટ 2016થી અકબરનું ઘર બીએનપી સ્ટેશન થઇ ગયું છે. તે ત્યાં પોલીસની નજર હેઠળ છે. પત્ની સફિયા દરરોજ પતિ, પોતાના પ્રેમને મળવાની આશામાં સ્ટેશન જાય છે. ક્યારેક ખાવાનું ખવડાવાના બહાને તો ક્યારેક મળવાના બહાને. ક્યારેક મુલાકાત થાય છે તો ક્યારેક ચહેરો પણ જોવા મળતો નથી.
 
 આ થઇ ચૂક્યું છે

- પાકિસ્તાની  હાઈ કમિશને 6 ઓક્ટોબરે પોતાનો નાગરિક માનીને પરત મોકલવાની અપીલ કરી હતી.
- મ.પ્ર. સરકાર દ્વારા 2016માં ગૃહ મંત્રાલયને પત્ર લખીને કહ્યું છે કે જો અકબરને પાકિસ્તાન પરત મોકલવામાં આવે તો કોઇ વાંધો નથી.
- ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ બાબતે હજુ નિર્ણય લેવાયો નથી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Wife has been going to Meet Pakistani Husband for 6 months in Jail
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext