Home »National News »Latest News »National» We Will Give Employment Instead Of Allowance Said Mayawati

અમે જીતીશું તો બેરોજગારી ભથ્થું નહીં, રોજગાર અપાવીશું : માયાવતી

Bhaskar News, Agra | Feb 08, 2017, 02:31 AM IST

આગરા:માયાવતીએ સોમવારે આગરાની એક રેલીમાં જણાવ્યું કે, જો મોદી આ ભીડને જોતા તો તેઓ ચકિત થઈ જતા. આરએસએસના એજન્ડા પર ભાજપ અનામત અને કાયદાકિય અધિકારોનો નાશ કરવા જઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસે મૂળ સિદ્ધાંતોને બાજુ પર મુકી દીધા છે. સપા જેવી અરાજક પાર્ટી સાથે કોંગ્રેસે હાથ મિલાવ્યા છે. સપા સરકારમાં જથ્થાબંધ ભાવમાં અધિકારીઓની બદલી કરાય છે.
 
બસપા પ્રમુખે જણાવ્યું કે, અમે બેરોજગાર ભથ્થું નહીં, રોજગાર અપાવીશું. સપા સરકારમાં મથુરામાં જમીન કબ્જા અંગે લોહિયાળ સંઘર્ષ થયો હતો. સપા સરકારમાં થયેલી ભરતીઓની તપાસ કરાવશે. ફર્રૂખાબાદ ખાતેની સભામાં તેમણે જણાવ્યું કે, ભાજપને મજબૂત થવા દેતા નહીં. નહિંતર આ લોકો બેલગામ થઈ જશે. જે સરકાર દિલ્હી સંભાળી શકતી નથી, તે ઉ.પ્ર. ક્યાં સંભાળશે. તેમણે જણાવ્યું કે, ભાજપમાં ચૂંટણી માટે સીએમનો ચહેરો આપવાની પણ હિંમત નથી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: we will give employment instead of allowance said Mayawati
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext