Home »National News »Latest News »National» We Have Spoken To Us Govt On h1b Visa Issue Said It Minister Prasad

US સમક્ષ H-1B વીઝા મુદ્દો ઉઠાવ્યો છે, જલ્દી ઉકેલ લાવીશુઃ રવિશંકર પ્રસાદ

divyabhaskar.com | Feb 11, 2017, 09:58 AM IST

  • ભારતીય આઈટી કંપનીઓ અમેરિકામાં 20 અબજ ડોલર ટેક્સ ચૂકવે છે (ફાઈલ)
નવી દિલ્હી. ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ (આઈબી) મિનિસ્ટ્રીએ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સમક્ષ H-1B વીઝા મુદ્દો ઉઠાવ્યો છે. તેમને વીઝા નિયમોમાં થનારાં ફેરફારથી ભારતીય આઈટી કંપનીઓ પડનારી મુશ્કેલીઓ અંગે જણાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ફોરેન મિનિસ્ટ્રી સાથે મળીને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવી દેવાશે.
 
આઉટસોર્સિંગ ઈન્ડસ્ટ્રીની કોસ્ટ વધશે
 
- રવિશંકર પ્રસાદે શુક્રવારે મીડિયાને કહ્યું કે ભારતીય આઉટસોર્સિંગ ઈન્ડસ્ટ્રી 110 અબજ ડોલર (7.15 લાખ કરોડ રૂપિયા)ની છે.
- તેમણે કહ્યું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને જણાવ્યું કે જો H-1B વીઝા નિયમોમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે તો આ ઈન્ડસ્ટ્રીની ઓપરેશનલ કોસ્ટ વધી શકે છે. ઉપરાંત સ્કિલ્ડ વર્કર્સની સંખ્યા પણ ઘટી શકે છે.
-ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B  વીઝા નિયમો કડક કરવાની તૈયારીમાં છે, જેનાથી ભારતીયો સહિત બીજા દેશોના લોકોને અમેરિકામાં જોબ મેળવવામાં તકલીફ પડશે.
 
ભારતીય આઈટી કંપનીઓ અમેરિકામાં ચૂકવે છે 20 અબજ ડોલર ટેક્સ
 
- ભારતીય આઈટી કંપનીઓ અમેરિકામાં 20 અબજ ડોલર (આશરે 1.34 લાખ કરોડ) રૂપિયા ટેક્સ ચૂકવે છે.
- આ કંપનીઓ ત્યાં 4 લાખ લોકોને જોબ આપે છે.
- પ્રસાદે કહ્યું કે તે ઈન્ફોસિસના ફાઉન્ડર એન. નારાયણ મૂર્તિ અને નાસ્કોમના પ્રેસિડેન્ટ આર. ચંદ્રશેખર જેવી આઈટી ઈન્ડસ્ટ્રીઝ લીડર્સના ટચમાં છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: we have spoken to us govt on h1b visa issue said it minister prasad
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext