Home »National News »Latest News »National» Warning Of Swedish Doctor Against Indias First Uterus Transplant

ભારતનું પ્રથમ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ; સ્વીડિશ ડોક્ટરે કહ્યું- 'જોખમી પરાક્રમ'

divyabhaskar.com | May 18, 2017, 15:20 PM IST

  • પુણેની હોસ્પિટલમાં ભારતની પહેલી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થવા જઇ રહી છે.
પુણે: અહીંની ગેલેક્સી કેર લેપ્રોસ્કોપી ઇન્સ્ટિટ્યૂટ (GCLI) માં 12 ડોક્ટરોની ટીમ દ્વારા ગુરુવારે ભારતનું પહેલું વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ થવા જઇ રહ્યું છે. જોકે, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની વિશ્વની સૌથી પહેલી સફળ સર્જરી કરનાર એક સ્વિડીશ ડોક્ટરે ચેતવણી આપી છે કે પુણેની હોસ્પિટલમાં સર્જન્સ દ્વારા જે ટ્રાન્સપ્લાન્ટ થવા જઇ રહ્યું છે તેના માટે કોઇપણ પ્રકારની યોગ્ય તૈયારીઓ કરવામાં આવી નથી અને તેનાથી પેશન્ટનો જીવ અતિશય જોખમમાં મુકાશે.
 
સ્વિડીશ ડોક્ટર કહે છે ભારતના ડોક્ટરોને પ્રસિદ્ધિ જોઇએ છે
 
- પુણેની ગેલેક્સી કેર લેપ્રોસ્કોપી ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો એક માતાનું ગર્ભાશય તેની 21 વર્ષીય દીકરીના શરીરમાં ટ્રાન્સફર કરશે જેના શરીરમાં ગર્ભાશય જ નથી.
- ડૉ. મેટ્સ બ્રાનસ્ટોર્મ, જેઓ સ્વીડનની યુનિવર્સિટી ઑફ ગોથનબર્ગ હેઠળની સાલગ્રેન્સ્કા એકેડમીના ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગના હેડ છે, તેઓ જણાવે છે કે, “પુણેમાં જે સર્જરી પ્લાન થઇ છે એ ત્યાંના સર્જનોનું એક ખતરનાક પરાક્રમ છે, જેમને પોતાના દેશમાં આવી સર્જરી કરનાર પહેલા સર્જન બનવું છે અને તેના દ્વારા વિશ્વભરમાં સરળ પ્રચાર અને પ્રસિદ્ધિ હાંસલ કરવા છે.”
 
2012માં કરેલી વિશ્વનું પહેલું સફળ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી
 
- ડૉ. બ્રેનસ્ટોર્મે 2012ની સાલમાં સ્વીડનમાં વિશ્વની પહેલી સફળ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી હતી અને આ રીતે ગર્ભાશય મેળવનારી મહિલાએ 2014માં તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકની પ્રિમેચ્યોર ડિલિવરી હતી જે સિઝેરિયન સેક્શન દ્વારા થઇ હતી અને બાળક સ્વસ્થ હતું.
- ડૉ. બ્રેનસ્ટોર્મ જણાવે છે કે તેમની ટીમને ઘણાબધા કાર્યક્ષમ અને પ્રતિભાવાન ફિઝિશિયન્સ, સાયન્ટિસ્ટ્સનું આસિસ્ટન્સ મળ્યું હતું.
- આ ઉપરાંત, તેમને સ્વીડનની સાલગ્રેન્સ્કા યુનિવર્સિટી હોસ્પિટલ એન્ડ સ્ટોકહોમ IVF, સ્પેનની યુનિવર્સિટી ઑફ વેલેન્સિયા, ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી અને ફ્લોરિડાની ક્લેવલેન્ડ ક્લિનિકનો સપોર્ટ મળ્યો હતો.
 
આ સર્જરીમાં ગર્ભાશય દાતાને 10 થી 13 કલાક અને મેળવનારને 4 થી 6 કલાક લાગે છે
 
- ડૉ. બ્રેનસ્ટોર્મ જણાવે છે કે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનમાં, ગર્ભાશય દાન કરતી મહિલાનો વધુપડતો રક્તસ્ત્રાવ અને ગર્ભાશય મેળવનારી મહિલાને કોઇ ઇન્ફેક્શન લાગી જવું જેવા ખતરાઓ રહેલા છે.
-  આ એવી સર્જરી છે જેમાં દાતાને 10 થી 13 કલાક અને મેળવનારને 4 થી 6 કલાક લાગે છે. ટ્રાન્સપ્લાન્ટ્સ સર્જન દ્વારા કરવામાં આવતી આ સૌથી અઘરી લાઇવ ડોનર સર્જરી છે.
- ડૉ. બ્રેનસ્ટોર્મે જણાવ્યું કે ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને ક્લિનિકલ ટ્રાયલ તરીકે રજિસ્ટર કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે 2 મહિના પહેલા ચીનના ટોચના લેપ્રોસ્કોપી સર્જન દ્વારા કરવામાં આવેલી આ જ પ્રકારની સર્જરી નિષ્ફળ ગઇ હતી.
 
શું કહે છે પુણે હોસ્પિટલના સર્જન
 
- પુણેની ગેલેક્સી કેર લેપ્રોસ્કોપી ઇન્સ્ટિટ્યૂટના સર્જન ડૉ. શૈલેષ પંતાબેકર અને તેમની ટીમ આ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવા જઇ રહી છે. 
-  ડૉ. શૈલેષ પંતામ્બેકર આ સર્જરીને લઇને ઘણો આત્મવિશ્વાસ ધરાવે છે. તેઓ સર્વાઇકલ કેન્સરમાં તેમની સફળ કીહોલ સર્જરી માટે જાણીતા છે. 
- પુણેના એક્સપર્ટ્સ જણાવે છે કે પહેલા તબક્કાની ગર્ભાશય દાતાની સર્જરી વધુમાં વધુ 8 કલાક લેશે અને ગર્ભાશય મેળવનારની સર્જરીમાં બે થી અઢી કલાક લાગશે.
- ડૉ. પંતામ્બેરકને વિશ્વાસ છે કે હિસ્ટરેક્ટોમી અને લેપ્રોસ્કોપીક સર્જરીમાં તેમનો બહોળો અનુભવ આ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટમાં કામ લાગશે. 
 
USએક્સપર્ટ્સે માણસ પર આ પ્રકારની સર્જરી કરતા પહેલા પશુઓ માટે ટ્રેનિંગ લીધી હતી
 
- યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે અત્યંત જાણીતા એક્સપર્ટ્સની ટીમ સામેલ થઇ હોવા છતાંપણ પહેલા 4 કેસ નિષ્ફળ ગયા હતા.
- આ એક્સપર્ટ્સ પશુઓ માટે ટ્રેઇન્ડ હતા. યુએસએ એ તેની આવી પહેલી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી 2012માં કરી હતી.
- ડૉ. બ્રેનસ્ટોર્મ જણાવે છે કે આ એક્સપર્ટ્સને તેમનો પહેલો કેસ હાથમાં લે તે પહેલા 15 વર્ષ સુધી ઘેટાં, ભૂંડ અને બબૂન (વાંદરાઓ) જેવા પ્રાણીઓ માટે ટ્રેઇન કરવામાં આવ્યા હતા. આ વાતને ભારતીય ડોક્ટરોએ સાવ અવગણી નાખી છે.
- તેમણે કહ્યું કે અમે વિશ્વના તમામ ગ્રુપ્સને સલાહ આપવા માંગીએ છીએ કે આવી કોઇપણ સર્જરી એક માણસ પર કરતા પહેલાં દરેક ટીમ અને તેમની સર્જરી ટ્રેનિંગ માટે એક મોટા પ્રાણીને પસંદ કરવામાં આવે અને તેના પર તેવી સર્જરી કરવામાં આવે.  
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Warning of Swedish doctor against Indias first uterus transplant
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended