Home »National News »Latest News »National» J Jayalalithaa Niece Deepa Jayakumar Will Make Her Own Party

જયલલિતાની ભત્રીજીએ કહ્યું- શશિકલાથી ડરતી નથી, બનાવશે નવો પક્ષ

divyabhaskar.com | Feb 07, 2017, 18:16 PM IST

  • શશિકલા નટરાજન. - ફાઈલ તસવીર.
ચેન્નાઈઃજયલલિતાની ભત્રીજી દીપા જયકુમારે તામિલનાડુની સીએમ બનવાના પ્રયાસોમાં લાગેલી શશિકલા નટરાજન વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. દીપાએ ટૂંક સમયમાં નવા પક્ષની સ્થાપ્ના સાથે ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી છે. રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવે મુંબઈથી તામિલનાડુ આવવાનો કાર્યક્રમ રદ કરતા શશિકલાનું શપથ ગ્રહણ સમારોહ થઈ શક્યો નથી. દીપાએ જણાવ્યું કે, તે કોઈ પણ પ્રકારે શશિકલાથી ડરવાની નથી.
 
લોકોએ શશિકલાને સીએમ બનાવવા વોટ નહોતો આપ્યો..

- દીપાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે, તામિલનાડુના લોકોએ એઆઈડીએમકેને વોટ એટલે નહોતો આપ્યો કે તેઓ શશિકલાને સીએમ બનાવે.
- ‘તામિલનાડુ હાલ અસ્થિર સ્થિતિમાં છે અને તેને કારણે લોકો ચિંતામાં છે. 33 વર્ષ સુધી કોઈ કોઈની (જયલલિતાની) સાથે રહે તે સીએમ બનવાની લાયકાત નથી.’
- દીપાએ જણાવ્યું કે, જયલલિતાના હોસ્પિટલમાં સારવાર હેઠળના સમયે તેમને પ્રથમ દિવસથી જ અંદર જવા દેવાતા નહોતા.
- રવિવારે શશિકલાને એઆઈડીએમકેના ધારાસભ્ય દળની નેતા ચૂંટવામાં આવી તે પછી સીએમ ઓ. પન્નીરસેલ્વમે રાજીનામું આપી દીધું હતું. ગવર્નરના રાજ્યમાં પરત ફરવા પર જ શપથગ્રહણ સમારોહ થશે.
 
કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે ગવર્નર...

- સૂત્રો અનુસાર, ગવર્નર શશિકલાને સીએમ બનાવવા સંબંધિત કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે. કારણ કે શશિકલા વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં સુપ્રીમ થોડા સમયમાં ચુકાદો આપી શકે છે.
- બીજી તરફ શશિકલાએ કોઈ ચૂંટણી નથી લડી.  જેથી તેમને કોઈ રાજકીય અનુભવ નથી.
- એઆઈડીએમકેમાંથી નીકાળવામાં આવેલા સાંસદ શશિકલા પુષ્પા અને અમુક લોકોએ નવા સીએમ બનવા જઈ રહેલા શશિકલા નટરાજનને અટકાવવા પીઆઈએલ સુપ્રીમમાં દાખલ કરી છે. 
- શશિકલાની સીએમ બન્યા બાદ તેની વિરુદ્ધમાં ચુકાદો આવવા પર તેમણે રાજીનામું આપવું પડી શકે તેમ છે.
- બીજી તરફ ડીએમકેએ એઆઈડીએમકે અને ગવર્નર વચ્ચે તાલમેલ ન હોવાની વાત કરી હતી. આ સાથે જણાવ્યું કે, ગવર્નરે પન્નીરસેલ્વમનું રાજીનામું મંજૂર કર્યું તેથી શશિકલાને સીએમ બનાવવા સિવાય વિકલ્પ નથી.
 
(આગળની સ્લાઈડ્માં જુઓ સંબંધિત તસવીરો..............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: J Jayalalithaa niece Deepa Jayakumar Will Make Her Own Party
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext