Home »National News »Photo Feature» Viral Photo Of Isha Ambani On Social Media

અંબાણીની દીકરીના નામથી વાયરલ થયો આ ફોટો, સાથે છે આ મેસેજ

divyabhaskar.com | Apr 25, 2017, 12:06 PM IST

નવી દિલ્હી:છેલ્લાં કેટલાક દિવસથી એક છોકરીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટાને  WhatsApp, ફેસબુક અને ઘણી મીડિયા સાઈટ્સ પર મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના નામથી જાહેર કરવામાં આવ્યો છે. આ તસવીર સાથે એખ મેસેજ પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે, ઈશાને તૈયાર કરવામાં રૂ. 1 અબજ 90 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
 
તસવીરની સાથે શું મેસેજ છે...
 
- વાયરલફોટાની સાથે કરવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે, ઈશાનો આ ફોટો પાર્વતી પૂજા દરમિયાનનો છે. જેમાં તેને તૈયાર કરવામાં રૂ. 1 અબજ અને 90 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે ઈશા અંબાણીને રૂ. 190 કરોડના દાગીનાથી તૈયાર કરવામાં આવી છે. જેમાં સાડીની કિંમત રૂ. 16 કરોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે સાથે જ તે 90 કરોડના હીરા અને મોતીથી તૈયાર થયેલી જોવા મળે છે. આ ફોટોને અંબાણીની અમીરી અને સામાન્ય માણસની ગરીબી ગણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરની જ્યારે વાસ્તવીકતા શોધવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે આ તસવીર મુકેશ અંબાણીની દીકરીની તો નથી જ.
 
પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે આ ફોટો

આ ફોટો અમુક મીડિયા સાઈટ્સપર જનાર્દન રેડ્ડીની દીકરી બ્રાહ્મણી રેડ્ડીની પણ ગણાવવામાં આવી રહી છે. જોકે આ વિશે ભાસ્કર ગ્રૂપ દ્વારા કોઈ ચોક્કસતા દર્શાવવામાં આવી નથી. વર્ષ 2016માં જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્ન દરમિયાન ઘણાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દરમિયાન આ ફોટો વાયરલ થઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રહ્માણી સગાઈ માટે રૂ. 70 કરોડના દાગીના પહેરીને તૈયાર થઈ હતી.
 
16 વર્ષની ઉંમરમાં પહેલી વાર ચર્ચામાં આવી ઈશા

નોંધનીય છે કે ઈશા અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી છે. તે જિઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે. 2008માં 16 વર્ષની ઉંમરે ઈશા પ્રથમ વખત ચર્ચામાં આવી હતી. તે સમયે ફોર્બ્સમાં સૌથી પૈસાદારોના લિસ્ટમા ઈશા બીજા ક્રમે આવી હતી.
 
લગ્નના કારણે ચર્ચામાં રહી બ્રહ્માણી રેડ્ડી

નોટબંદી પછી કર્ણાટકના કરોડપતિ નેતા જે. રેડ્ડીની દીકરી બ્રહ્માણી રેડ્ડીના લગ્ન ચર્ચામાં રહ્યા હતા. 16 નવેમ્બરના રોજ થયેલા આ લગ્નનો ખર્ચ અંદાજે રૂ. 500 કરોડ થયો હતો. આ લગ્નમાં અંદાજે 50,000 લોકો મહેમાન બન્યા હતા.
 
આગળની સ્લાઈડમાં જુઓ, સોશિયલ મીડિયા પર શેર આ ફોટોમાં આવેલી કમેન્ટ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Viral Photo of Isha Ambani on Social Media
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended