Home »National News »Photo Feature» Villagers Were Interested In Looting Tea Leaves Instead Of Helping Injured

અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકો બૂમો પાડતા રહ્યાં, લોકો ચા પત્તી લૂંટવામાં વ્યસ્ત હતા

divyabhaskar.com | Feb 02, 2017, 00:10 AM IST

બહરાઈચઃ અહીંના બહરાઈચ-નાનપરા રોડ પર બસ અને ચા પત્તીનું કંટેનર લઈ જતા ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. ભયંકર અકસ્માતમાં ટ્રકના ભુક્કા બોલાઈ ગયા. જેમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સમયે ટ્રકમાંથી પડેલા ચા પત્તીને લૂંટવામાં ગામવાસીઓની ભીડ જામી હતી. કોઈએ પોલીસને સૂચના આપતા તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
 
ઈજાગ્રસ્ત લોકો બૂમો પાડતા રહ્યાં, લોકો ચા પત્તી લૂંટવામાં વ્યસ્ત

- ચા પત્તીનો સામાન લઈ ટ્રક નેપાળ જઈ રહ્યો હતો.
- આ સમયે બહરાઈચ-નાનપરા માર્ગ પર મટેરા પાસે બસ સાથે અકસ્માત થયો હતો. 
- એક માહિતી અનુસાર ટ્રકની સામે આવેલા મોપેડ ચાલકને બચાવવામાં આ અકસ્માત થયો હતો.
- અકસ્માત બાદ મોટાપ્રમાણમાં ચા પત્તી રોડ પર ઢોળાઈ હતી. જેની માહિતી મળતા જ લોકો ચા પત્તી લૂંટવા પહોંચી ગયા હતા.
- લોકો થેલીઓમાં ભરી ચા પત્તી લઈ જવા લાગ્યા.
- ગામવાસીઓને ઈજાગ્રસ્તોની મદદ કરવા કરતા ચા પત્તી લૂંટવામાં રસ હતો. સૂચના મળવા પર પહોંચેલી પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો......................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Villagers Were Interested In Looting Tea Leaves Instead Of Helping Injured
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext