Home »National News »Latest News »National» Road Rage: Kejriwal Pays Condolence To Victim’S Family, No Body Can Prevent God’S Desire

રોડરેઝઃ મૃતકના ઘરવાળાઓને કેજરીવાલે કહ્યું-ઉપરવાળાની ઇચ્છાને કોઇ રોકી શકે નહી

divyabhaskar.com | Apr 09, 2015, 15:56 PM IST

નવી દિલ્હીઃદિલ્હીમાં રોડરેઝની ઘટનામાં માર્યા ગયેલા શાહનવાઝ નામના વ્યક્તિની પરિવારજનોની સીએમ અરવિદ કેજરીવાલે બુધવારે મુલાકાત કરી હતી. મુલાકાતનો એક વીડિયો વોસ્ટએપ પર સર્ક્યુલેટ થઇ રહ્યો છે, જેમાં કેજરીવાલ શાહનવાઝના પરિવારજનોને સાંત્વના દેતા નજર આવે છે અને અંતમાં એવું કહેતા દેખાય છે કે, ''જે ઉપરવાળાની ઇચ્છા હોય તેને કોઇ ટાળી શકે નહી.''
 
વોટ્સએપ પર સર્ક્યુલેટ વીડિયોમાં લખ્યુ છે, , ''forward to all'' (દરેકને ફોરવર્ડ કરો). એવું લાગે છે મુલાકાત દરમિયાન કોઇએ મોબાઇલથી આ વીડિયો બનાવ્યો છે. બીજી બાજુ  શાહનવાઝના મોતના કિસ્સામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગુરુવારે દિલ્હીના સીએમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
 
પાંચ એપ્રિલના રોજ દિલ્હીના તુર્કમાન વિસ્તારમાં શાહનવાઝની બાઇક એક કાર સાથે ટચ થઇ ગઇ હતી. ત્યાર બાદ વધેલા વિવાદમાં કાર સવાર આરોપીઓએ શાહનવાઝની મારી મારીને હત્યા કરી નાખી હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ ઘણું પ્રદર્શન કર્યું હતું. બુધવારે કેજરીવાલ જ્યારે શાહનવાઝના ઘરવાળાઓને મળ્યા તે સમય સ્થાનિક ધારાસભ્ય અને દિલ્હી સરકારમાં પ્રધાન આસિમ અહમદખાન પણ હાજર રહ્યા હતા. કેજરીવાલે શાહનવાઝના પરિવારજનોને આશ્વાસન આપતા કહ્યું કે, 'તમારા માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે અને તમારે જે કંઇ મદદની જરૂર હોય તે અમે કરીશું. આસિમને તમે તમારો દીકરો માનો અને હવે તે તમારું તમામ કામ કરશે. બાળકોના ભણતરની સાથે તમામ ચીજોનો ખ્યાલ રાખવામાં આવશે.
 
બીજુ શું છે વીડિયોમાં

વીડિયોમાં સ્થાનિક ધારાસભ્ય આસિમ અહમદ ખાન સીએમને બતાવી રહ્યા છે દરેક આરોપીઓ પકડાઇ ગયા છે અને પરિવારની દરેક રીતે મદદ કરવામાં આવી રહી છે. સીએમ સાથે મુલાકાત દરમિયાન શાહનવાઝના માતાપિતા રોઇ રહ્યા હતા. શાહનવાઝની માએ કહ્યું કે હું તમને મળીને અભિનંદન આપવા માગતી હતી, પરંતુ શું ખબર હતી કે દીકરાના મોતને કારણે આપણે મળીશું. વીડિયોમાં શાહનવાઝના માતાપિતા કહી રહ્યા છે કે, ''અમે વળતર મેળવીને શું કરીશું? શું 50 લાખ રૂપિયાથી મારો દીકરો પાછો આવી જશે. હું આનાથી વધુ પૈસા આપીશ. અમને મારો દીકરો લાવી દો.'' સીએમ સાથે મુલાકાત બાદ પ્રેસ સાથે વાત કરતા શાહનવાઝના પિતાએ કહ્યું કે અમે ઘર વેચીને એક કરોડ આપી દઇશું, પરંતુ અમારો દીકરો આપી દો.
 
આગળની સ્લાઇડમાં જુઓઃ શાહનવાઝના ઘરાવાળાઓ સાથે કેજરીવાલે કરેલી મુલાકાતનો આખો વીડિયો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Road rage: Kejriwal pays condolence to victim’s family, no body can prevent God’s desire
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended