Home »National News »Latest News »National» Supreme Court Five Judges Bench Conclude Hearing On Triple Talaq

3 તલાકને મહિલાઓનું પણ સમર્થન- સિબ્બલ; મહિલાએ બૂમ પાડીને કહ્યું અમે વિરોધમાં

divyabhaskar.com | May 19, 2017, 11:01 AM IST

  • સિબ્બલ બોલ્યા કે મહિલાઓ પણ છે ત્રણ તલાકના સમર્થનમાં, ત્યારે કોર્ટમાં હાજર મહિલાઓએ બૂમ પાડી હતી, અમે સમર્થનમાં નથી. ફાઇલ
નવી દિલ્હી: ત્રણતલાકની બંધારણીય કાયદેસરતા મુદ્દે સુપ્રીમકોર્ટે ગુરુવારે સુનાવણી પૂરી કરી લીધી છે. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરે કહ્યું હતું કે ત્રણ તલાક કોઇ પણ કાયદા હેઠળ નથી આવતા. તેનો કાયદા મારફત ઉકેલ લાવવો એકમાત્ર ઉપાય છે. ગુરુવારે સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે, મહિલાઓપણ છે ત્રણ તલાકના સમર્થનમાં, ત્યારે કોર્ટમાં હાજર મહિલાઓએ બૂમ પાડી હતી, અમે સમર્થનમાં નથી.
 
આસ્થાનો વિષય કોર્ટ નક્કી કરશે
 
ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની પાંચ જજની બંધારણ બેન્ચે ચુકાદો અનામત રાખ્યો છે. ત્રણ તલાકના સમર્થકોની દલીલો પર કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે અલ્લાહ અને તમારા ધર્મગ્રંથ ત્રણ તલાકને પાપ માને છે. તેવામાં તેને આસ્થાનો રંગ ના આપી શકીએ. આસ્થાનો વિષય શું છે અને શું નથી, તે કોર્ટ નક્કી કરશે.
 
સુનાવણીના છઠ્ઠા અને અંતિમ દિવસે સુપ્રીમકોર્ટમાં થયેલી દલીલો
 
સિબ્બલ બોલ્યા : મહિલાઓ પણ છે ત્રણ તલાકના સમર્થનમાં, ત્યારે કોર્ટમાં હાજર મહિલાઓએ બૂમ પાડી હતી, અમે સમર્થનમાં નથી.
 
અમિત ચઢ્ઢા: મુસ્લિમપર્સનલ લૉ બોર્ડ ત્રણ તલાકને આસ્થાનો વિષય ગણાવે છે. જે વસ્તુમાં ખુદાની મરજી નથી, તે પાપ છે. ઇસ્લામની કોઇ પણ વિચારધારા તેને માન્યતા નથી આપતી.
 
જસ્ટિસ કુરિયન જોસેફ : હા,ત્રણ તલાક વણગમતી પ્રથા છે.
 
અમિતચઢ્ઢા: હવે સુપ્રીમકોર્ટ પાસેથી આશા છે. સદીઓ વીતી ગઇ છે, પણ કોઇએ કંઇ કર્યુ નથી. હવે તમે કંઇ કરો. ઇસ્લામ મહિલા-પુરુષ વચ્ચે અંતર નથી કરતો, ત્રણ તલાક કરે છે. તે ઇસ્લામનો મૂળ ભાગ નથી.
 
જસ્ટિસ નરિમન: ત્રણ તલાક ધર્મનો ભાગ નથી. તે ધર્મનું કોઇ અભિન્ન અંગ છે.
 
શાયરાબાનો: કોઇકહે છે કે સંસદથી કાયદો ઘડાવવાની માગ કરો. કાયદો આગળ માટે રહેશે. મને ન્યાય કઇ રીતે મળશે?
 
જસ્ટિસ નરિમન : શરિયત કાયદો 1937નો હેતુ શરિયત કાયદાને માન્યતા આપવાનો અને તેને લાગુ કરવાનો હતો.
 
ચીફજસ્ટિસ ખેહર : આપણે કાયદા પ્રમાણે કામ કરવું જોઇએ. ત્રણ તલાક કોઇ કાયદા હેઠળ નથી. તેવામાં અમારી પાસે એકમાત્ર ઉપાય છે કે તેને કાયદા મારફત ઉકેલીએ.
 
જસ્ટિસ નરિમન : ત્રણ તલાકમાં બે પ્રક્રિયા છે. એક રીતિ-રિવાજ અને બીજી માન્યતાઓ. જ્યારે આપણે કાયદાનો પ્રયોગ કરીએ છીએ, ત્યારે કાયદાનો પ્રયોગ થાય છે. તે કાયદાની સાચી વ્યાખ્યા છે.
 
ચંદ્રારાજન (મુસ્લિમ બોર્ડના વકીલ): ત્રણ તલાકનો મામલો લઘુમતી વિરુદ્ધ બહુમતિ નથી. તે મુસ્લિમ સમુદાયની પારસ્પરિક લડાઇ છે. તે ધર્મ સાથે જોડાયેલ નહીં પણ સિવિલ અધિકારનો મામલો છે. ઘણા ત્રણ તલાક વિવાદાસ્પદ રહ્યા છે.
 
જસ્ટિસજોસેફ: ઓલઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની રચના કેમ કરાઇ?
 
સલમાનખુરશીદ : મહિલાઓનેન્યાય નહતો મળતો. ઇસ્લામ પહેલો ધર્મ છે જેમાં મહિલાઓ અને પુરુષોને સમાનતાનો હક છે.
 
ચીફજસ્ટિસ : પણત્રણ તલાક તો એકતરફી છે. તેને પરત પણ લઇ શકાય છે. હું તમારી દલીલ સાથે સહમત નથી. તમારી સિસ્ટમ સ્વયં તેને પાપ ગણાવી રહી છે. 1400 વર્ષમાં દુનિયા બદલાઇ ગઇ પણ નથી બદલાયું.
 
ખુરશીદ: તેમ છતાં મામલો મુસ્લિમોની આસ્થા સાથે જોડાયેલો છે.
 
જસ્ટિસ જોસેફ: આસ્થાનો વિષય શું છે, તે કોર્ટ નક્કી કરશે. એવો કોઇ કાયદો છે જેને ઇશ્વર ખરાબ માનતા હોય. તેને આસ્થાનો રંગ ના આપી શકીએ. આસ્થા શું છે અને શું નથી તે કોર્ટ નક્કી કરશે.
 
આરિફ(અરજદારના વકીલ) : ઇસ્લામમાં પયંગબર બાદ રાજાશાહી પ્રણાલી શરૂ થઇ ગઇ હતી. તે બાદ જે કંઇ લખાયું તેમાં ઘણું પરિવર્તન છે.
 
જસ્ટિસ જોસેફ:મામલે અલ્લાહનું શું કહેવું છે?
 
આરિફ: કુરાન અને પયગંબરના સિદ્ધાંત માનવા જોઇએ. તેમને ત્રણ તલાક પર વિશ્વાસ નહતો. તેમના નિધનનાં વર્ષો બાદ હજરત હનીફી આવ્યા હતા. તેમણે ત્રણ તલાકને યોગ્ય કહ્યા હતા. પર્સનલ લાર બોર્ડ હનીફીની માન્યતા પર આધારિત છે. તેને પર્સનલ લૉ બોર્ડ નહીં પણ હનીફી બોર્ડ કહીએ તો યોગ્ય રહેશે.
 
સિબ્બલ: ત્રણ તલાક અંગે કોઇ કાયદો નથી તો સરકાર કાયદો લાવે. પણ કોર્ટ દખલ ના આપે. કેન્દ્ર સરકાર સોશિયલ રિફોર્મ હેઠળ કાયદો ઘડે. બધી મુસ્લિમ મહિલાઓ તેના સમર્થનમાં છે. તે બાદ કોર્ટમાં હાજર તમામ મુસ્લિમ મહિલાઓ પોકારી પડી હતી-ના, અમે ત્રણ તલાકના સમર્થનમાં નથી.
 
જસ્ટિસ જોસેફ : મુદ્દે કોઇ વિવાદ નથી કે ત્રણ તલાક પાપ છે. જે પાપ છે તે યોગ્ય કઇ રીતે હોઇ શકે? ત્રણ તલાક એક પ્રથા છે. તે કાયદો ના હોઇ શકે. હાલ અમે કંઇ કહી શકીએ તેમ નથી કારણ કે મામલો ખતરનાક વળાંક પર છે. 
 
AIMPLBએ ટ્રિપલ તલાક સામે ઍડવાઇઝરી બહાર પાડી
 
ત્રણ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી ગુરૂવારે પૂર્ણ થઈ. આ અંગે સર્વોચ્ચ અદાલતે તેનો ચુકાદો અનામત રાખ્યો છે. બીજી બાજુ, AIMPLBએ ટ્રિપલ તલાક સામે ઍડવાઇઝરી બહાર પાડી છે. જેમાં ત્રણ તલાકને વખોડવામાં આવ્યા છે.
 
છેલ્લા છ દિવસથી સર્વોચ્ચ અદાલતની પાંચ જ્જોની બેન્ચમાં ત્રણ તલાકની બંધારણીય કાયદેસરતા અંગે સુનાવણી થઈ. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી વિખ્યાત વકીલ કપીલ સિબ્બલે દલીલો આપી અને 1400 વર્ષથી ચાલી આવતી પરંપરામાં દખલ ન દેવા સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ આપવામાં આવી.
 
બીજી બાજુ, વિખ્યાત વકીલ રાજુ રામચંદ્રનના નેતૃત્વમાં અન્ય એક પક્ષે તલાકના સમર્થનમાં દલીલો આપી. AIMPLBએ કહ્યું હતું કે, ગઈકાલે તેમની એક બેઠક મળી હતી. જેમાં ત્રણ તલાકની પ્રથાને નકારી કાઢવામાં આવી. કાઝીઓ માટે એક ઍડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી હતી. બેન્ચે એ ઍડવાઇઝરીની નકલ માંગી હતી અને સુનાવણી મોકૂફ કરી હતી.
 
કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ દલીલો આપી. રોહતગીના કહેવા પ્રમાણે, આ કોઈ લઘુમતી વિરૂદ્ધ બહુમતીની વાત નથી. મુસ્લિમ સમાજમાં મહિલાઓ પુરૂષોની સરખામણીમાં ઓછી શિક્ષીત છે. તેઓ અન્યાયનો ભોગ બને છે. આ બાબત મહિલાઓની સમાનતા માટે છે. આ મુદ્દો 1400 વર્ષથી ચાલી રહેલા અન્યાયનો છે. મુસ્લિમ સમાજમાં નિકાહ અને છૂટાછેડાના માટે એક કાયદો લાવવાની તૈયારી પણ કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલે દાખવી હતી.  
 
વ્યક્તિગત રુએ અદાલત મિત્ર બનેલા પૂર્વ કાયદાપ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે, આ એક અન્યાયી પરંપરા છે. વિશ્વના કોઈ ઈસ્લામિક રાષ્ટ્રમાં તે પ્રવર્તમાન નથી. એટલે તે જવી જ રહી. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે AIMPLBને પૂછ્યું હતું કે, મુસ્લિમ મહિલા ચાહે તો કરારમાં ટ્રિપલ તલાકના ઇન્કારની કલમ દાખલ કરાવી શકે?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Supreme Court five judges bench conclude hearing on Triple talaq
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended